ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક # ટ્રેન્ડ થઈ રહ્યું છે મેલોડી... આ # સાથે ભારતના પીએમ મોદી અને ઈટાલીના પીએમ મેલોનીની તસવીર છે. આ # સાથે ઈટાલીના પીએમએ આ તસવીરને શેર કરી હતી. આ તસવીર ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આને લઈ અનેક લોકોએ ટ્વિટ કરી છે.
ઈટાલીના પીએમએ પીએમ મોદીનો ફોટો કર્યો શેર અને લખ્યું...
આ તસવીર વધારે એટલે વાયરલ થઈ રહી છે કારણ કે આ સેલ્ફી ઈટાલીના પીએમ મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે સીઓપી28માં ગુડ ફ્રેન્ડ્સ અને #melodi અને આ # મેલોડી ગઈ કાલથી ટ્વિટર અને બીજા બધા સોશિયલ મીડિયા પર બધે ટ્રેન્ડ થઈ રહ્યું છે આ ફોટો વાઇરલ થવા પાછળનું બીજું કારણ એ પણ છે કે આ પહેલા સીઓપી28 સમિટમાં ભાગ લેનારા વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની અલગ દોસ્તી દેખાઈ હતી. બન્નેની એક સાથે હસતી અને વાતચીત કરતી તસવીર વાયરલ થઇ રહી છે.
સમિટ દરમિયાન અલગ અલગ નેતાઓને મળ્યા પીએમ મોદી
પીએમ મોદીએ મેલોની ઉપરાંત બ્રિટનના કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. ક્લાઈમેટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના હાલમાં નિયુક્ત રાષ્ટ્રપતિ મુહમ્મદ મુઈઝ્ઝૂને પણ મળ્યા હતા. કલાઈમેટ સમિટમાં પીએમ મોદીએ કહ્યું- ગઈ સદીમાં થયેલી ભૂલોને સુધારવા માટે આપણી પાસે વધુ સમય નથી.