મહેસાણાની 50થી વધુ સોસાયટીઓએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:50:08

વિધાનસભાની ચૂંટણી આવતા જ લોકોમાં રાજકિય પક્ષો સામેનો આક્રોશ ખુલીને બહાર આવી રહ્યો છે. મહેસાણાના માનવ આશ્રમ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓએ કોઈપણ રાજકીય નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સોસાયટીઓના રહિશો છેલ્લા ચાર વર્ષથી તેમના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાવવા સરકાર અને કોર્ટના દ્વાર ખખડાવી ચૂક્યા છે. જેથી હવે આ સોસાયટીઓના રહિશોએ એક જૂથ બની નેતાઓને પાઠ ભણાવવા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.


અશાંતધારાનો અમલ ન થતાં સ્થાનિકોમાં રોષ


મહેસાણાના માનવ આશ્રમ વિસ્તાર તેમજ ધોબીઘાટ વિસ્તારમાં આવેલી 50 જેટલી સોસાયટીઓ અશાંતધારાના અમલીકરણ માટે છેલ્લા ચાર વર્ષથી લડી રહી છે. માનવ આશ્રમ વિસ્તાર તેમજ ધોબી ઘાટના નેળીયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લઘુમતી કોમના લોકોના વસવાટને લઈને વિરોધ ઉઠ્યો હતો. આ સંબંધે વકીલ વિક્રમભાઈ વ્યાસે વર્ષ 2018માં મહેસાણા સિવિલ કોર્ટમાં અત્રેના સોસાયટી વિસ્તારમાં અશાંતધારાનો અમલ કરવા માંગણી કરી હતી. જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. સરકાર દ્વારા પણ આ સંબંધે કોઈ નિર્ણય ન લેવાતા આખરે સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 


ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા


અશાંત ધારાનો અમલ નહીં થતાં રોષે ભરાયેલા 50થી વધુ સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીની બહાર ‘અશાંતધારાનો અમલ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર’ તેવા બેનરો લગાવતા રાજકારણ ગરમાયું છે. આ બેનરોમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં. સોસાયટીના રહીશોનું એક જ કહેવું છે કે "આ વિસ્તારમાં લઘુમતીઓ રહેવા આવી જવાને કારણે લવ જેહાદનો ડર હંમેશા સતાવતો રહે છે. દીકરીઓને બહાર મોકલવાનું તો ઠીક ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. રોજબરોજ માંસ-મટન ખાઈને બહાર ગંદકી નાખવા સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અશાંતધારાની માંગણી સંબંધે સરકાર જ્યાં સુધી નિર્ણય નહીં લે ત્યાં સુધી તમામ સોસાયટીના રહીશો આંદોલન ચાલુ રાખશે. અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારા વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ મતદાન નહીં કરે."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?