વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉમેદવાર જાહેર થતાં જ મનદુઃખની વાર્તા શરૂ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં ત્રણેય પાર્ટીમાં કાર્યકરોમાં નારાજગી દેખાઈ છે ત્યારે મહેસાણાની વીજાપુર બેઠક પર પણ જૂથવાદ જોવા મળ્યો છે. વીજાપુર બેઠક પર રમણ પટેલને ઉમેદવાર બનાવતા PI પટેલે વિરોધ નોંધાવ્યો છે. PI પટેલ વર્ષ 2012માં વીજાપુરથી ધારાસભ્ય હતા.
PI પટેલે કમલમ ખાતે વિરોધ નોંધાવ્યો
મહેસાણાની વિધાનસભા બેઠક વીજાપુર પર ભાજપે રમણભાઈ ધુલાભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલે ભાજપના ઉમેદવારો સાથે કમલમ ખાતે વિરોધ દર્શાવ્યો હતો. રમણ ધુલા પટેલ વર્ષ 2017થી ધારાસભ્ય છે અને ભાજપને તેમને 2022માં રીપીટ કર્યા છે. ભાજપના અન્ય નેતાઓએ પણ કમલમ પર વિરોધ નોંધાવ્યો છે.