Mehsana : કડીના ધારાસભ્ય Karshan Solanki દારૂ બંધ કરાવવાની ફરિયાદ લઈને પહોંચ્યા પોલીસ સ્ટેશન, પ્રશ્ન થાય કે ગુજરાતમાં તો દારૂબંધી છે...


  • Published By :
  • Published Date : 2024-05-22 12:41:17

ગુજરાતમાં નામ પૂરતી દારૂબંધી છે તેવું અનેક વખત તમે સાંભળ્યું હશે. મીડિયામાં પણ અનેક વખત બતાવામાં આવે છે કે અનેક જગ્યાઓ ગુજરાતમાં એવી છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે.. વિપક્ષના નેતાઓ પણ દારૂબંધીને લઈ સવાલો ઉઠાવતા હોય છે.. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે બધા જાણે છે તો પણ સરકાર જાણે દંભમાં જીવતી હોય તેવું લાગે છે.. ભાજપના જ ધારાસભ્ય જો એમ કહે કે મારા વિસ્તારમાં દારૂના ભઠ્ઠા ચાલે છે તો? આ વાક્ય વાંચીને નવાઈ લાગીને? આ વાત ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા કહેવામાં આવી છે.. 

કડીના પૂર્વ ધારાસભ્ય પર પણ કર્યા છે પ્રહાર! 

આમ તો ગુજરાતમાં દારૂ નથી મળતો, પણ ધારાસભ્ય જાતે એવુ કહે કે મારા વિસ્તારમાં દારુના ભઠ્ઠા ચાલે છે તો શું કરવાનું... આ વાત કડીના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા કરવામાં આવી છે.. કરશન સોલંકી જો કે પહેલીવાર ચર્ચામાં નથી, આ પહેલા કડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ડે સીએમ નીતિનભાઈ પટેલ પર પણ કરશનભાઈએ આકરા પ્રહારો કર્યા હતા, ત્યારે પણ કારણ આંતરીક હોવાનું સામે આવ્યુ હતુ, આ વખતે પણ સ્થિતિ દેખાય એટલી સરળ તો નથી જ...


બુટલેગરો એટલા બધા બેફામ થઈ ગયા છે કે... 

ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે તે બતાવવા માટે જમાવટની ટીમે પણ મહેસાણાથી લઈ અમદાવાદના અનેક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર લાઈવ રેડ કરી હતી.. બુટલેગરો એટલા બેફામ હોય છે કે એ સીધા જ પત્રકારો પર હુમલો કરે છે, પોલીસ ત્યારે કોઈ એક્શન નથી લેતી પણ આ જ બુટલેગરો ઘણી વાર પોલીસ પર પણ હુમલો કરે છે અને ત્યારે પોલીસને અહેસાસ થાય છે કે જે બદીનું એ પોષણ કરી રહ્યા છે એ જ બદી એક દિવસ એમને ખાઈ જવાની છે...! 


હકીકત નથી બદલાઈ જતી કે દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો છે..  

આમાં એક એન્ગલ એ પણ છે કે અહીંયા દારૂ કંઈ આજે જ મળતો થઈ ગયો હોય એવું નથી, પણ કડી પોલીસ સ્ટેશનમાં જે વહિવટદાર હપ્તા ઉઘરાવતો એને સાઈડ લાઈન કરીને બીજાને કામ સોંપ્યું તો આંતરીક હિતો જોખમાયાનું એક પાસુ છે.... જો કે ધારાસભ્ય પોતાના ફાયદા માટે ગયા હોય કે સત્ય ઉજાગર કરવા, હકિકત એનાથી પલટાઈ નથી જતી.... દારૂ ખુલ્લેઆમ વેચાય અને આપણે સતત ઢોંગ કરીએ એ કેવી રીતે ઉપાય હોઈ શકે... ગુજરાતમાં સતત દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.