Mehsana : 10 દિવસ પહેલા જ ભાજપના નેતાના પુત્રની એજન્સી દ્વારા બનાવેલી કેનાલ તૂટી અને ખેડૂતોના ખેતરો તળાવ બન્યા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-14 13:40:01

10 દિવસ પહેલા બનેલી નવી જ કેનાલમાં ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું પડ્યું અને કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ઘુસ્યું...અને ખેડૂતોને તહેવાર ટાણે રોવાનો વારો આવ્યો છે એવું કહેવાય રહ્યું છે કે આ કેનાલ ભાજપના નેતાના કોન્ટ્રાકટર પુત્રની એજન્સી દ્વારા 10 દિવસ પહેલા જ બનાવવામાં આવી હતી.


ભ્રષ્ટાચારનું 20 ફુટનું મસમોટુ ગાબડું!

મહેસાણાના બહુચરાજીનું ચદ્રોડા ગામ..જ્યાં કેનાલમાં પડ્યુ ભ્રષ્ટાચારનું 20 ફુટનું મસમોટુ ગાબડું.. સૂરજ માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીથી આસપાસની 25 વીધા જમીનમાં એરંડાના વાવેતરમાં પાણી ફરી વળ્યુ. મધરાત્રે પડેલા ગાબડાં બાદ કેટલાય સમય સુધી કેનાલમાં પાણી પણ બંધ નહીં કરાયુ.. હજુ તો સમારકામ થયુને મહિનો પણ નથી થયો.. એવામાં ગાબડું પડતા ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. 


દસ દિવસ પહેલા બનાવેલી કેનાલમાં પડ્યું ગાબડું!

બહુચરાજીના સૂરજ ગામ નજીક ખેતરોમાં જાણે કે તળાવ બની ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે સવાલ ઉઠવા સ્વાભાવિક છે કે દસ દિવસ પહેલા બનાવેલી કેનાલમાં આ ગાબડું કેમ પડ્યું? બેદરકારી માટે જવાબદાર કોણ? કેમ કેનાલની ગુણવત્તા તપાસવામાં ન આવી? અત્યારે કેનાલ બનાવનાર કોન્ટ્રાકટર એજન્સી પર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારની આશંકા દેખાઈ રહી છે જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ ફેલાયેલો છે 


કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોને આવે છે રડવાનો વારો 

ઉત્તર ગુજરાતની કેનાલોમાં ગાબડાઓ પડવાનો સિલસિલો કેટલાય વર્ષોથી ચાલતો આવે છે જેના કારણે કેટલાય ખેડૂતના ખેતરો બેટમાં ફેરવાઈ જતા હોય છે મહેસાણા હોય પાટણ હોય કે બનાસકાંઠાની કેનાલો આખાય માણસો સમાઈ જાય તેવા ગાબડાઓ આ કેનાલોમાં પડતા જોવા મળતા હોય છે મુખ્યત્વે બનાસકાંઠા જેવા જિલ્લાઓ કે જ્યાં લોકો ખેતી પર નિર્ભર હોય છે સરકારે ખેડૂતો સુધી પાણી પહોંચે તે માટે નર્મદા યોજના અને અન્ય યોજનાઓ હેઠળ વ્યવસ્થા કરી આપી છે પણ આ વ્યવસ્થાઓમાં જયારે ભ્રષ્ટાચાર ઘર કરી જાય છે ત્યારે હેરાન થવાનો વારો તો ખેડૂતોને જ આવે છે. 


જમાવટની ટીમે જ્યારે બનાસકાંઠાની વિઝીટ લીધી હતી ત્યારે...

થોડાક સમય પહેલા જયારે અમે બનાસકાંઠા ઈલેક્શન યાત્રા પર ગયા હતા ત્યારે અમે વિઝિટ કરી હતી થરાદના એક એવા ગામની કે જે આખું ગામ કેનાલના કારણે પાણીમાં છે. કેનાલનું પાણી ગામમાં ભરાઈ જવાના કારણે આખું ગામ તળાવ બની ગયું છે જેના કારણે લોકોને ગામ છોડી બહાર રહેવું મજબુર બનવું પડ્યું છે. કેનાલોમાં સમારકામ તો થાય છે પણ એવા સમારકામ અને ખર્ચાઓ અને ધાંધિયાઓ શું કામના જયારે તમારું સમારકામ માત્ર તમે ચોપડે નોંધવા જ કર્યું હોય..આશા છે કે ભવિષ્યમાં સરકાર ખેડૂતોના વ્હારે આવી કેનાલના સમાર કામમાં થતા ભ્રષ્ટાચારને રોકે..!



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?