આપણા ટેક્ષના પૈસામાંથી તગડો પગાર લેનારા સરકારી અધિકારીઓ સરકારી કચેરીઓમાં સામાન્ય માણસોને ધક્કા ખવડાવતા હોય છે અને આ વાત હવે આપણા માટે સામાન્ય થઇ ગઈ છે. કારણ કે કોઈ પણ કચેરીમાં જાઓ અરજદારોની આ ફરિયાદો હોય જ છે. આવી જ એક ફરિયાદ સામે આવી છે જેમાં એક ખેડૂત કાકા છેલ્લા દોઢ વર્ષથી પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ માટે ધક્કા ખાઈ રહ્યા છે
ડ્રાઇવિંગ લાયસન્સમાં ફોટો બદલાયો
મહેસાણા જિલ્લાના દેદીયાસણ ગામે રહેતા એક ખેડૂત જોઈતાજી તલાજી ઠાકોરે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ કચેરીમાં રીન્યુ કરવા માટે આપ્યું હતું પરંતુ આ લાયસન્સ રીન્યુ થઈને આવતા તેમણે જોયું તે ચોંકી ગયા કારણે આ લાયસન્સમાં અન્ય વ્યક્તિનો ફોટો અને નામ હતું. જેને લઈ અરજદારે રજુઆત કરતા મહેસાણા અને પાલનપુર RTO કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી ધક્કા ખાતા અરજદારનું લાયસન્સ રીન્યુ ન થતા તેઓ પરેશાન બન્યા છે.
પાલનપુર RTOમા કરી અરજી
જોકે તેમને પોતાના લાયસન્સના નામ અને ફોટોનો સુધારો કરવા મહેસાણા RTO કચેરી અરજી કરતા તેમને પાલનપુર RTOમા મોકલવામાં આવ્યા હતા. જ્યાં ખેડૂત અરજદાર પોતાના લાયસન્સમા નામ અને ફોટોની વિગતો સુધારવા પાલનપુર RTOમા પણ અરજી કરી હતી.