મહેસાણા રેલવે સ્ટેશન નજીક ટ્રેનના 4 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા, અન્ય ટ્રેનોની અવરજવર કરાઈ બંધ
મહેસાણા રેલવે ટ્રેક પર માલગાડીને અકસ્માત નડ્યો હતો. ટ્રેક પર જતી ટ્રેન આકસ્મિક કારણોસર બેકાબૂ થતાં 4 જેટલા ડબ્બાઓ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. તેના કારણે ટ્રેનના ડબ્બામાં ભરેલા માલસામાન, રેલવે ટ્રેક સહિત ઈલેક્ટ્રિક લાઈનને નુકસાન પહોંચ્યું છે.આ આ માલગાડીમાં ગાડીઓ ભરેલી હતી
રેલના પાટા ડેમેજ
આ અકસ્માતના કારણે ટ્રેનના ડબ્બામાં રહેલા માલસામાન,રેલ્વે ટ્રેક સહિત ઇલેક્ટ્રિક લાઇનને ભારે નુકશાન પહોંચ્યું છે. તો રેલ્વે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મેનલાઈન પરનો ટ્રાફિક દૂર કરવા જહેમત હાથ ધરવામાં આવી હતી
મહેસાણા રેલવે ટ્રેક પર માલ ગાડી ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ
— Jamawat (@Jamawat3) November 4, 2022
ટ્રેન ડી-રેલ થતાં મેઈન લાઈન પર થી તમામ ટ્રેનની અવર જવર બંધ કરાઈ
રેલવે ટ્રેક સહિત ઇલેક્ટ્રીક લાઈનને નુકસાન પહોંચ્યું, ફરી રુટ કાર્યરત કરવા રેલવે વિભાગ કામે લાગ્યું#jamawat #TRAIN #Viral pic.twitter.com/GRPw2283q2
મેઈન લાઈનનું રીપેરીંગ શરૂ
આ અકસ્માતના કારણે મહેસાણા રેલ્વે સ્ટેશનથી પસાર થતી આબુ રોડ અને અમદાવાદ તરફની તમામ ટ્રેનોને ભાંડુ અને આંબલિયાસણ જંકશન ખાતે થોભાવી દઈ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.બીજી તરફ રેલ્વે તંત્ર દ્વારા મેઈન લાઇન પર રીપેરીંગ કરી ટૂંક સમયમાં ટ્રેક પુનઃ શરૂ કરવામાં આવશે તેવું રેલ્વે સૂત્રો જણાવી રહ્યા છે.જોકે અકસ્માત કેવી રીતે થયો તેનું કારણ જાણવા રેલ્વે તંત્ર દ્વારા હાલમાં તપાસ કરાઈ રહી છે