ગુજરાતમાં ચોમાસાની પધરામણી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા. આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ચોમાસાની.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 15-16 તારીખ સુધીમાં ગુજરાતમાં મેઘસવારી આવી જશે એટલે કે ચોમાસુ બેસી જશે પરંતુ ચોમાસુ ચાર દિવસ પહેલા જ બેસી ગયું છે. ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. ગુજરાતના નવસારી સુધી ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે.
ચાર દિવસ પહેલા આવી ગયું ચોમાસું..
ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી હતી જેને કારણે ઘરની બહાર નિકળતા પહેલા લોકોને વિચાર કરવો પડતો હતો. કામ વગર ઘરની બહાર લોકો નિકળતા ના હતા. ગરમીથી ક્યારે છૂટકારો મળે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે લોકો. મેઘરાજા પધરામણી કરે અને ગરમીથી આંશિક રાહત મળે તેવી લોકોને આશા હતી.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 14-15 તારીખ સુધીમાં ચોમાસું આવી જશે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.
આવતી કાલે આ વિસ્તારો માટે કરાઈ વરસાદની આગાહી
ચોમાસાના આગમન બાદ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતી કાલે એટલે કે બુધવારે અનેક વિસ્તારો માટે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ક્યાં આવી શકે છે વરસાદ?
13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ માટે વરસાદ વરસી શકે છે. 15 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે એટલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી છે,