રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
મેઘરાજાની એન્ટ્રી
રાજ્યમાં ભારે વરસાદ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવાર અને શુક્રવારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ મેઘરાજા મહેર વરસાવી શકે છે. અચાનક વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. અનેક લોકો વરસાદને કારણે અટવાઈ પણ ગયા હતા.
સાયક્લોન સર્ક્યુલેશનને કારણે સંભાવના વ્યક્ત કરાઈ
સાયક્લોનની અસરને કારણે કોઈક વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત, મધ્યગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ ખાબકી શકે છે. કોઈ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અતિ ભારે વરસાદ થઈ શકે છે. વરસાદને કારણે અનેક ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બેવડી ઋતુનો થાય છે અનુભવ
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી જતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવે છે. ડબલ સિઝનને કારણે અનેક લોકો શર્દી ખાંસી તેમજ તાવના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુ તેમજ મલેરિયાના દર્દીઓ પણ વધી રહ્યા છે.