મેઘાલય વિધાનસભાનીને લઈ પીએમ મોદી રાજ્યનો પ્રવાસ કરી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયમાં રોડ શો પણ કર્યો હતો. શિલોંગમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા. મેઘાલયની તમામ 60 વિધાનસભા બેઠકો પર ભાજપે પ્રથમ વખત ઉમેદવારો ઉભા રાખ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડમાં મતદાન યોજાશે.
PM #WATCH | Some people who have been rejected by the country are immersed in sadness and are now saying 'Modi teri kabar khudegi' but the people of the country are saying 'Modi tera kamal khilega': PM Narendra Modi, in Shillong pic.twitter.com/ZfyKaPg2F9
— ANI (@ANI) February 24, 2023
મોદીના ભાષણમાં શું હતું ખાસ, વાંચો 10 મુદ્દાઓમાં
#WATCH | Some people who have been rejected by the country are immersed in sadness and are now saying 'Modi teri kabar khudegi' but the people of the country are saying 'Modi tera kamal khilega': PM Narendra Modi, in Shillong pic.twitter.com/ZfyKaPg2F9
— ANI (@ANI) February 24, 20231-વડાપ્રધાન મોદીએ શિલોંગમાં એક રેલીને સંબોધતા કહ્યું, “મેઘાલયના હિતોને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમને નાના મુદ્દાઓ પર વિભાજિત કરવામાં આવ્યા. આ રાજકારણે તમારું ઘણું નુકસાન કર્યું છે, અહીંના યુવાનોનું ઘણું નુકસાન કર્યું છે.
2-વડાપ્રધાન મોદીએ વંશવાદની રાજનીતિ પર પણ પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેઘાલય વંશવાદી રાજકારણથી મુક્ત હોવું જોઈએ. માત્ર દિલ્હીમાં જ નહીં, મેઘાલયમાં પણ પરિવારની પાર્ટીઓએ પોતાની તિજોરી ભરવા માટે જ મેઘાલયને એટીએમમાં ફેરવી દીધું છે.
3-વડાપ્રધાને કહ્યું કે મને એ કહેતા આનંદ થાય છે કે મેઘાલય અને ઉત્તર પૂર્વના લોકો કમળ અને ભાજપની સાથે છે. મેઘાલયને 'પરિવાર-પ્રથમ' સરકારને બદલે 'લોકો-પ્રથમ' સરકારની જરૂર છે.
4-વડાપ્રધાને કહ્યું કે યુવાનો હોય, મહિલાઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, સરકારી કર્મચારીઓ હોય, દરેક જણ ભાજપ સરકારની માંગ કરી રહ્યા છે. મેઘાલયની સાથે-સાથે ઉત્તર પૂર્વમાં ભાજપને સમર્થનની લાગણી કેટલાક પરિવારોના સ્વાર્થી કામનું પરિણામ છે.
5-PM મોદીએ કહ્યું કે કેટલાક લોકોને દેશે નકારી કાઢ્યા છે, જેઓ નિરાશાના ખાડામાં ડૂબી ગયા છે. તેઓ આજકાલ માળા જપે છે અને કહે છે કે મોદી, તારી કબર ખોદાશે, પરંતુ દેશ કહી રહ્યો છે, દેશનો ખૂણો-ખૂણો કહી રહ્યો છે- મોદી તારું કમળ ખીલશે.