Ahmedabadમાં ઈન્કમ ટેક્સ વિભાગનું મેગા ઓપરેશન, જાણો કોના ત્યાં ત્રાટક્યું ઈન્કમ ટેક્સ વિભાગ?


  • Published By : Admin
  • Published Date : 2023-09-21 15:12:04

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાહી બોલાવી હતી. તે ઉપરાંત સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ ઉપર પણ તવાહી બોલાવી છે. સ્વાતિ બિલ્ડકોનના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. આંબલી રોડ પર આવેલી મુખ્ય ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું હતું. અમદાવાદમાં 35થી 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મેગા ઓપરેશનમાં અમદાવાદના અધિકારીઓ સિવાય બરોડા અને રાજકોટના અધિકારીઓ પણ જોડાયા હતા. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. મહત્વનું છે કે ઈન્કમ ટેક્સ વિભાગ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે.    


અલગ અલગ સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા  

સુરત બાદ અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના જાણીતા બિલ્ડરો પર આઈટીએ તવાઈ બોલાવી છે. સ્વાતિ બિલ્ડોન પર સવારથી આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડ્યા હતા. સ્વાતિના અશોક અગ્રવાલ તેમજ સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરી હતી. અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરી છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...