ઉત્તરાખંડના જોશીમઠમાં થતું ભૂસ્ખલનની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડી રહી છે. જમીન ધીમે ધીમે ધસી રહી છે. જેને કારણે ભર શિયાળે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. સમસ્યા વિકટ બનતી ગઈ રહી છે. વડાપ્રધાન મોદીએ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે PMOએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પીએમ મોદીએ ફોન પર વાત પણ કરી હતી.
મુખ્યમંત્રીએ લીધી સ્થળ મુલાકાત
જોશીમઠમાં આવેલા ધાર્મિક સ્થળોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ઘરોમાં તિરાડ પડી રહી છે. લોકો પોતાનો ઘર સંસાર બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડ પર જઈ લોકો સાથે મુલાકાત કરી હતી. લોકોનું જલ્દી રેસ્ક્યુ કરવા પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ સીએમ સાથે ફોન પર કરી વાત
બગડતી સ્થિતિને લઈ વડાપ્રધાન મોદી કાર્યાલયએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વડાપ્રધાન મોદીના સેક્રેટરી જનરલ, પીએમમોમાં કેબિનેટ સેક્રેટરી અને સરકારના વરિષ્ઠ અધિકારી સહિત જોશીમઠના જિલ્લા પદાધિકારી હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાત કરી આ અંગે જાણકારી મેળવી હતી. સીએમએ કહ્યું કે પીએમએ અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા જેવા કે કેટલા લોકો આનાથી પ્રભાવિત થયા છે. કેટલું નુકસાન થયું છે વગેરે. અને જોઈતી તમામ સંભવીત મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.