ક્ષત્રિય સમાજના આક્રોશને શાંત પાડવા સી.આર.પાટીલના નિવાસસ્થાને મીટિંગ, CM સહિત આ નેતાઓ હાજર... જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 11:39:18

લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તે બાદ ગુજરાતની અનેક બેઠકો પર વિરોધ જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહી છે. પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી પણ માગવામાં આવી પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વિવાદને શાંત કરવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે. તે ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા. બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર છે.


ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માગ

ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ખુલીને બહાર આવી રહ્યો છે. ભાજપની જેવી હાલની પરિસ્થિતિ છે તેવી કલ્પના તો કદાચ ભાજપે પોતે પણ નહીં કરી હોય...! અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોના નામની ઘોષણા બાદ વિરોધ થઈ રહ્યો છે. એક વિવાદ શાંત થતો નથી ત્યાં તો બીજો એક વિવાદ શરૂ થઈ જાય છે.  આ બધા વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો ઉપરાંત એવી માગ પણ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે..


સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી બેઠક 

આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ પ્રતિદિન આ વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિવાદ શાંત પાડવા માટે આજે સી.આર.પાટીલના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત છે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અઘ્યક્ષ સી. આર પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય આગેવાનો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આ બેઠકમાં શું થાય છે?    




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...