વર્ષ 2022 માટેના નોબેલ પ્રાઈઝની જાહેર થઈ ચુકી છે. આજે ફિઝિયોલોજી કે મેડિસિન કેટેગરીમાં નોબલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી છે. સ્વીડનના વૈજ્ઞાનિક સ્વાંતે પૈબોને માનવ વિકાસ અને ઉત્ક્રાંતિમાં અસાધારણ શોધ કરવા બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
મેડિસિનના ક્ષેત્રે સ્વાંતે પૈબોને મળ્યો નોબેલ પુરષ્કાર
સ્વિડનના સ્વાંતે પૈબોને ફિજિયોલોજી કે મેડિસિનના ક્ષેત્રે નોબેલ પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને વિલુપ્ત હોમિનિન અને માનવ વિકાસના જીનોમ સાથે સંકળાયેલા સંસોધન માટે આ પુરષ્કાર આપવામાં આવ્યો છે. નોબેલ સમિતિના સચિવ થોમસ પર્લમેનના કોરોલિંસ્કા સંસ્થાનમાં વિજેતાની ઘોષણા કરી હતી. નોબેલ સમિતિએ તેના નિવેદનમાં કહ્યું કે કોરોલિંસ્કા ઈન્સ્ટીટ્યુટમાં નોબેલ સમિતિએ આજે ફિજિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં 2022ના નોબેલ પુરષ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.
સ્વાંતે પૈબોનું સંસોધન શું છે?
સ્વાંતે પૈબોને તેમના સંસોધનમાં વિલુપ્ત હોમોનિન જીન હોમો સેપિયન્સમાં ટ્રાન્સફર હોવાનું જણાયું હતું. પૈબો પૈલિયોજેનેટિક્સના સંસ્થાપકો પૈકીના એક રહ્યા છે. તેમણે નિયંડરથલ જીનોમ અંગે વિશદ સંસોધન કર્યું છે. તેમણે અગાઉ અજાણ્યા હોમિનિન ડેનિસોવાની આશ્ચર્યજનક શોધ પણ કરી હતી.તે જર્મનીના લીપજિંગ શહેરમાં સ્થિત મૈક્સ પ્લૈક ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈવોલ્યૂશનરી એંથ્રોપોલોજી મેજેનેટિક્સ વિભાગમાં ડિરેક્ટર પણ રહ્યા છે.
Say good morning to our new medicine laureate Svante Pääbo!
Pääbo received the news while enjoying a cup of coffee. After the shock wore off, one of the first things he wondered was if he could share the news with his wife, Linda.
Photo: Linda Vigilant pic.twitter.com/l27hnzojaL
— The Nobel Prize (@NobelPrize) October 3, 2022
આ સપ્તાહમાં દરરોજ એક નોબેલ પુરસ્કારની થશે જાહેરાત
Say good morning to our new medicine laureate Svante Pääbo!
Pääbo received the news while enjoying a cup of coffee. After the shock wore off, one of the first things he wondered was if he could share the news with his wife, Linda.
Photo: Linda Vigilant pic.twitter.com/l27hnzojaL
નોબેલ કમિટીએ 2022ના નોબેલ પ્રાઈઝ આપવાનું શરુ કરી દીધું છે જે અનુસાર સોમવારે મેડિસિનમાં પહેલા નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે ફિઝિક્સ, બુધવારે કેમિસ્ટ્રી, ગુરુવારે સાહિત્ય અને શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારનું એલાન કરવામાં આવશે. 10 ઓક્ટોબરે ઈકોનોમિક્સના નોબેલ પુરસ્કારની પણ જાહેરાત થશે.