મેડિકલના વિદ્યાર્થીની અમદાવાદના અટલબ્રિજ પરથી મોતની છલાંગ, આત્મહત્યાનું કારણ ડિપ્રેશન?


  • Published By :
  • Published Date : 2023-01-18 14:00:01

અમદાવાદનો અટલબ્રિજ લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ બન્યો છે, જો કે એક આશાસ્પદ યુવકે તે બ્રિજ પર મોતની છલાંગ લગાવી છે. યુવકે બ્રિજ પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરી મોતને વ્હાલું કરાનારા યવકની ઓળખ કરવામાં આવી છે. તે યુવક મેડિકલનો અભ્યાસ કરતો હોવાનું પ્રથમિક તપાસમાં બહાર આવ્યું છે.


મોતની છલાંગ લગાવનારો યુવક કોણ છે?


આત્મહત્યા કરનારા યુવકનું નામ  પારિતોષ મોદી છે અને તે મૂળ પાલનપુરનો છે. પારિતોષ મોદી અમદાવાદની NHL કૉલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.  20 વર્ષીય પારિતોષ મોદીએ મંગળવારે રાતે અટલબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. પારિતોષ મોદીએ ક્યા કારણોસર જીવન ટૂંકાવ્યું હતું તે જાણી શકાયું નથી. 


ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન


ફાયરની રેસ્ક્યૂ ટીમે પારિતોષના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસની ટીમે મૃતકના પરિવાજનોને આ અંગેની જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આત્મહત્યા કરતા અગાઉ પારિતોષે ઇન્સ્ટાગ્રામ પર ફ્રીડમ કેપ્શન સાથે અંતિમ પોસ્ટ મુકી હતી. પારિતોષે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.