મીડિયાએ અયોગ્ય, અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ: કર્ણાટક હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2023-08-04 16:22:57

કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ઝાટકણી કાઢી હતી. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના મેનેજમેન્ટને સમાચાર સામગ્રી રજુ કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ. તે ઉપરાંત અદાલતે તે પણ કહ્યું કે મીડિયાએ અયોગ્ય અને અપમાનજનક ભાષા ટાળવી જોઈએ. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી શ્રીશાનંદે કહ્યું કે સમાજનો એક મોટો ભાગ સમાચાર પત્રોમાં પ્રકાશિત થતા સમાચારને દિવ્ય સત્ય માને છે. કોર્ટે કહ્યું કે સમાચાર રિપોર્ટોમાં અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા પહેલા અત્યંત સંયમ જાળવવો જોઈએ.


શું કહ્યું હાઈકોર્ટે?


કર્ણાટક હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું કે 'આજે પણ સમાજનો એક મોટો વર્ગ સમાચાર પત્રમાં પ્રકાશિત થતાં સમાચારોને પુષ્ટી કર્યા વગર કે સત્યાપન કર્યા વગર જ સત્ય માની લે છે. જ્યારે દેશની જનતા મીડિયા પર આટલો વિશ્વાસ કરે છે ત્યારે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરનારા લોકોની ભૂમિકા સમાચાર રિપોર્ટ કરતા સમયે અસંસદીય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં અત્યંત સાવધાની રાખવી જોઈએ'


સમગ્ર મામલો શું હતો?


કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ વર્ષ 2012માં બેંગલુરૂની સિવિલ કોર્ટના કોમ્પ્લેક્સમાં વકીલો, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ તથા અન્ય લોકો વચ્ચે થયેલી અથડામણનો કેસ સુનાવણી માટે આવ્યો હતો. આ ઘટના બાદ રાજ્યના મીડિયાએ તેમના સમાચાર રિપોર્ટમાં સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ ચેનલોએ વકીલો માટે 'તાલિબાન' અને 'ગુંડા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.  ત્યાર બાદ રાજ્યની બાર કાઉન્સિલે ગુનાહિત કેસમાં આરોપી પત્રકારો માટે કોર્ટમાં કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. 


ભૂલ માટે મીડિયાએ ખેદ વ્યક્ત કર્યો


આ કેસ ઘણા સમયથી પેન્ડિંગ હતો અંતે સમાચાર પત્રો સંયુક્ત કર્ણાટક, હોસદિગંતા, નવોદય, અને કિત્તુર કર્ણાટક દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. આ સમાચાર પત્રોએ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. અરજીકર્તાઓએ તેમના પ્રકાશનોમાં ખેદ વ્યક્ત કર્યો અને અદાલતમાં  તેમની સામે ચાલી રહેલા ગુનાહિત કેસને રદ્દ કરાવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમનો કોઈ ઈરાદો ફરિયાદી પક્ષને બદનામ કરવાનો નહોંતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?