રવિવારના રોજ બિગબોસ 16ના વિજેતાનું નામ જાહેર થઈ ગયું છે. આ સિઝનના વીજેતા એમસી સ્ટેન બન્યા છે. ફિનાલેના એપિસોડમાં સ્ટેનના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. ચાર મહિના પહેલા શરૂ થયેલા શોમાં 16 કન્ટેસ્ટન્સ હતા. બધાની પોતપોતાની ફેન્સ ફોલોઈિંગ હતી. પરંતુ જેમ જેમ શો આગળ વધતો ગયો તો તેમ તેમ પાંચ કન્ટેસ્ટન્સ વધ્યા હતા. બસ્તી કા હસ્તી તરીકે જાણીતા સ્ટેને બિગબોસની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.
મોટી મોટી હસ્તીઓએ લીધો હતો ભાગ
બિગ બોસની અલગ જ ફેન ફોલોઈંગ છે. હાલ બિગ બોસની સિઝન 16 ચાલી રહી હતી. દરેકે પોત પોતાની રીતે આ ગેમને રમવાની કોશિશ કરી હતી. આ રિયાલિટી શોમાં ભાગ લેવા અનેક મોટી મોટી હસ્તીઓ સામેલ થયા હતા. ત્યારે આ શોનો અંત રવિવારે થયો હતો. જેમાં માન્યા સિંહ, ટીના દત્તા, નિમરીત કૌર, સુમબુલ, એમસી સ્ટેન, શિવ ઠાકરે, ગૌતમ વિગ, શાલિન ભાનોત, પ્રિયંકા ચૌધરી, અંકિત ગુપ્તા, સાજીદ ખાન જેવી હસ્તીઓએ ભાગ લીધો હતો.
એમસી સ્ટેન બન્યા વિજેતા
જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ ટોપ ફાઈવ કન્ટેસ્ટન્સમાં શિવ ઠાકરે, પ્રિયંકા ચાહર ચૌદરી, શાલિન ભનોટ અને એમસી સ્ટેન પહોંચ્યા હતા. પરંતુ ફિનાલે આવતા આવતા શાલિન ભનોટ શોમાંથી બહાર નીકળ્યા તે બાદ અર્ચના ગોતમ બહાર આવ્યા. શિવ ઠાકરે અને સ્ટેન વચ્ચે ફિનાલેનો જંગ જામ્યો હતો. સલમાન ખાને આખરે વિજેતાનું નામ જાહેર કર્યું જેમાં એમસી સ્ટેનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
રૅપર છે એમસી સ્ટેન
બિગ બોસ સિઝન 16ના વિજેતા બનેલા એમસી સ્ટેન 23 વર્ષીય સ્પર્ધક હતો જેનું સાચું નામ અલ્તાફ શેખ છે. બાળપણથી જ સંગીતમાં તેમને રૂચી હતી અને 12 વર્ષની ઉંમરે કવ્વાલી ગાવાનું શરૂ કર્યું હતું. રૅપ પ્રત્યે સ્ટેનનું આકર્ષણ વધતું ગયું અને ધીરે ધીરે રેપ ગાવાનું શરૂ કર્યું. સ્ટેન એક રૅપરની સાથે સોન્ગ રાઈટર અને કમ્પોઝર છે. એમસી સ્ટેને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે હું સમજી નહોતો શક્તો કે સલમાન સર મસ્તી કરી રહ્યા છે કે હું ખરેખર જીતી ગયો છું. તેમણે મારું નામ લીધું ત્યારપછી પણ હું વિચારતો હતો કે શું ખરેખર તેમણે મારૂ નામ લીધું છે. પણ જ્યારે તે મને ભેટ્યા ત્યારે મને વિશ્વાસ થયો. તે અનુભવ અદ્ભૂત હતો અને તેનું વર્ણન શબ્દોમાં કરી શકું તેમ નથી.