રાજકોટમાં એલઆરડી ભરતી કૌભાંડ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બોગસ સર્ટિફિકેટ લઈ પ્રવેશ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગમાં ભરતી થાય તે પહેલા જ આ કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યો હતો. ચાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શારીરિક કસોટીમાં નાપાસ થયેલા પ્રદીપ મકવાણાએ નકલી સર્ટિફિકેટ બનાવી પ્રવેશ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ કૌભાંડનો પર્દાફાશ થતાં યુવરાજસિંહ એક્ટિવ મોડમાં દેખાયા છે. યુવરાજસિંહે આ સમગ્ર ઘટનાને મયૂર તડવી સાથે સરખાવી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે મયૂર તડવી પાર્ટ 2 બનવા જતી ઘટના તંત્ર માટે એલાર્મ રૂપ. વધુમાં તેમણે લખ્યું કે વ્યક્તિ ડુપ્લીકેટ નીમણુંક પત્ર બનાવી ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી જાય છે. ગયા વખતે મયૂર તડવી હતો તો આજ વખતે પ્રદીપ ભરતભાઈ મકવાણા છે.
એલઆરડી ભરતી કૌભાંડ વિશે યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા
ગુજરાતમાં ફરી એક કૌભાંડ સામે આવ્યું છે. એલઆરડી ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા ચકચાર થઈ ગયો હતો. આ મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. થોડા સમય પહેલા યુવરાજસિંહ અનેક કૌભાંડોનો પર્દાફાશ કરે છે. થોડા સમય પહેલા ડમી કાંડ મામલે તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. નકલી ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે છે. ત્યારે LRD ભરતી કૌભાંડને લઈ યુવરાજસિંહે સરકારને ઘેરી છે.
જો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોત....
ટ્વિટ કરતા યુવરાજસિંહે લખ્યું કે વ્યક્તિ ડુપ્લીકેટ નીમણુંક પત્ર બનાવી ટ્રેનિંગ સેન્ટર સુધી પોહચી જાય છે. ગયા વખતે મયૂર તડવી હતો તો આજ વખતે પ્રદીપ ભરતભાઈ મકવાણા છે. આ વખતે જે ડુપ્લીકેટ અને બોગસ નીમણુંક પત્ર બનાવવામાં આવ્યો છે તે ચોટીલા થી બનાવમાં આવેલ અને ફક્ત એક નહિ 28 નીમણુંક પત્ર બનાવમાં આવેલ. મયૂર તડવીની જેમ પ્રદીપ મકવાણા પણ ફિઝિકલ પરીક્ષા નાપાસ હતો અને નકલી કોલલેટર ને પાસનો સહી સિક્કા વાળો લેટર બનાવે છે. ભૂતકાળની ઘટના માંથી બોધપાઠ લઈ દંડાત્મક કાર્યવાહી થઈ હોત તો આ ઘટનાનું પુનરાવર્તન ન થયું હોત.