લોકસભા ચૂંટણી: માયાવતીએ કરી મોટી જાહેરાત, NDA કે I.N.D.I.A. સાથે નહીં કરે ગઠબંધન


  • Published By :
  • Published Date : 2023-08-23 16:01:09

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ માયાવતીએ આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. બસપા સુપ્રીમો માયાવતીએ બુધવારે લખનૌમાં ચાલી રહેલી બહુજન સમાજ પાર્ટીની બેઠકમાં ચૂંટણીને લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે ચૂંટણી વ્યૂહરચના પર વિચાર વિમર્શ કર્યો હતો. બેઠક બાદ બહુજન સમાજ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે બહુજન સમાજ પાર્ટી એનડીએ કે I.N.D.I.A.સાથે નહીં પણ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટીને વધુ મજબુત બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.


પાર્ટીનો જનાધાર વધારવા અપીલ


બીએસપી સુપ્રિમોએ સભ્યોને સંગઠન અને કેડરને મજબૂત કરવા માટે ગામડાઓમાં નાની મીટીંગો યોજવાનો નિર્દેશ આપ્યો અને આ સાથે તેમણે પાર્ટીનો જન આધાર વધારવા માટે જૂની ભૂલો દૂર કરવા કહ્યું. બેઠકમાં માયાવતીએ સ્પષ્ટ કહ્યું કે ગઠબંધનના કારણે બીએસપીને લાભના બદલે નુકસાન થઈ રહ્યું છે. બીએસપીનો વોટ બીજી પાર્ટીને ટ્રાન્સફર થાય છે પરંતુ બીજી પાર્ટી તેના વોટ બીએસપીને ટ્રાન્સફર કરી શકતી નથી. એટલા માટે પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે.


માયાવતીએ ભત્રીજાને આશીર્વાદ આપ્યા

 

યુપીમાં લોકસભાની 80 બેઠકો છે. માયાવતીએ તમામ સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ વખતે યુપીમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએ હશે અને બીજી તરફ ભારત ગઠબંધનનું નેતૃત્વ સમાજવાદી પાર્ટી કરશે. આ વખતે માયાવતી દલિત મુસ્લિમના સામાજિક ફોર્મ્યુલા પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.આજની બેઠકમાં માયાવતી ઉપરાંત તેમના ભત્રીજા આકાશ આનંદની સૌથી વધુ ચર્ચા થઈ હતી. માયાવતીએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આકાશને પણ બધાની સામે ફોન કરીને આશીર્વાદ આપ્યા હતા.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?