જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના સલમાન અઝહરીને ગુજરાત લવાયો, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે


  • Published By :
  • Published Date : 2024-02-05 22:07:33

જૂનાગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોકો સમક્ષ ઉશ્કેરણીજનક ભાષણ આપનારા મૌલાના સલમાન અઝહરીની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. સલમાન અઝહરીની ગુજરાત ATSએ મુંબઈના ઘાટકોપરમાંથી દબોચી લીધો હતો. મુફતી સલમાન અઝહરીનું ભડકાઉ ભાષણનો વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.ઉલ્લેખનિય છે કે અઝહરીના ભાષણ બાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો હતો. જેને લઈ જૂનાગઢ તેમજ આસપાસના જિલ્લામાં કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય કાર્યવાહી થાય એ માટે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. 


અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે


ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફતી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવી હતી. અહીંથી ટીમ ચેન્જ કરી મુફતી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવા રવાના થઈ હતી. હાલ જુનાગઢ હેડ ક્વાર્ટર ખાતે મૌલાના સલમાન અઝહરીની જૂનાગઢ જિલ્લા પોલીસ સધન પૂછપરછ કરી રહી છે અને રાતભર મોલાનાની પૂછપરછ કરવામાં આવશે. જુનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આવતીકાલે સવારે પોલીસ પકડમાં રહેલા મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.  મૌલાનાને ઉપરાંત તમામ ત્રણેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આરોપીના રિમાન્ડ અને અન્ય કાયદાકીય કાર્યવાહીને લઈને જુનાગઢ પોલીસ કામ કરી રહી છે.


મૌલાના સામે આ કલમો હેઠળ ગુનો દાખલ


જૂનાગઢમાં મૌલાના ભડકાઉ ભાષણ મામલે એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આ ભડકાઉ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેને લઈ તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 153 (ખ), 505 (જે), 188 અને 114ની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે આ કાર્યક્રમના સ્થાનિક આયોજક મહંમદ યુસુફ મલેક, અઝીમ ઓડેદરાને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા અને બીજા આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસ જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જે જે પટેલ કરી રહ્યા છે.  


મૌલાનાને ફંડિંગની થશે તપાસ


જુનાગઢ પોલીસ અને એટીએસની ટીમ મૌલવીના ટ્રસ્ટ અને ફંડિંગને લઈ તપાસ કરશે. મૌલવીના જામિયા રિયાજુલ જન્ના,અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમાન નામના ત્રણ ટ્રસ્ટ  શંકાના દાયરામાં હોવાથી તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. તેમજ મૌલાના કોઈ આતંકી સંગઠન સાથે કનેક્શન ઘરાવે કે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરાઇ છે.


નશામુક્તિના નામે કોમી વૈમનસ્ય ફેલાવ્યું


એસપી હર્ષદ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈ 31 જાન્યુઆરીના રોજ નરસિંહ સ્કૂલના મેદાનમાં નશામુક્તિના નામે 8થી 10 વાગ્યા સુધીના કાર્યક્રમ માટે લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશામુક્તિ અને સામાજિકીકરણની મંજૂરી લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકો દ્વારા મુંબઈથી મૌલાના સલમાન અઝહરીને બોલવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મૌલાનાએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય, તંગદિલી ઊભી થાય અને રાગદ્વેષ ઊભો થાય એવા પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?