ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે નવું નિવેદન આપ્યું છે કે, "અમારી આવનાર પેઢી રામ મંદિર તોડીને મસ્જીદ બનાવશે. આ દેશનો એક ઈતિહાસ લખવામાં આવશે."
"50-100 વર્ષ પછી ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય"
એક ટીવી ચેનલમાં વાત કરતા મૌલાના સાજીદે કહ્યું હતું કે, આજે મુસલમાન ચૂપ છે. પરંતુ ભાવી સમયમાં ભારતનો ઈતિહાસ લખવામાં આવશે કે 1992માં બાબરી મસ્જીદને તોડવામાં આવી હતી. અને ત્યાર બાદ ત્યારના પ્રધાનમંત્રીએ જઈને રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. જે ભારતના બંધારણને બિલકુલ વિરુદ્ધ છે. મૌલાના સાજીદ રશીદીએ કહ્યું હતું કે, આજે આપણે એક એવો ઈતિહાસ બનાવ્યો છે, જ્યાં મુસલમાન ચૂપ છે. પણ મારી આવનાર પેઢી, મારા છોકરા, અને તેના વંશજો 50-100 વર્ષ પછી જ્યારે તેની સામે ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય. હોઈ શકે કે મુસ્લીમ શાસક હોય, મુસ્લીમ જજ હોય અથવા મુસ્લીમ શાસન આવી ગયું હોય. કંઈ ના કહી શકાય ભવિષ્યમાં કયા ફેરફારો આવશે. તો શું તે ઈતિહાસના પાયા પર તે મંદિરને તોડીને મસ્જીદ બનાવવામાં આવે? રશીદીએ જ જવાબ આપતા કહ્યું હતું કે, બિલકુલ બની શકે.
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ પોતાના નિવેદનોને લઈને હંમેશા વિવાદો કરતા રહે છે. આ પહેલા ઉત્તર પ્રદેશમાં ખાનગી મદરેસાના સર્વેનો સરકારે આદેશ આપ્યો હતો તેના પર પણ મૌલાના સાજીદ રશીદીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે સર્વે કરવા આવે ત્યારે બુટ-ચપ્પલ લઈને સ્વાગત કરજો.