મૌલાના અરશદ મદનીના આ નિવેદનથી ધર્મગુરુઓ ભડક્યા, જમીયતનું સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા


  • Published By :
  • Published Date : 2023-02-12 16:54:34

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત જમીયત ઉલેમા-એ-હિન્દના 34માં અધિવેશનનો આજે અંતિમ દિવસ છે. આ પ્રસંગે જમીયત ઉલેમા-એ-હિન્દના મૌલાના અરશદ મદનીના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. મદની RSS સુપ્રીમોના નિવેદનનો જવાબ આપી રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનના પૂર્વજો એક સમાન જ છે. મદનીએ કહ્યું તમારા પૂર્વજો હિન્દુ ન હતા, તેઓ મનુ હતા, એટલે કે આદમ હતા. જો કે તેમના નિવેદનથી અધિવેશનમાં ઉપસ્થિત રહેલા વિવિધ ધર્મગુરુઓ ભડક્યા હતા, અને મદનીના વિરોધમાં સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા હતા.


અરશદ મદનીએ શું બફાટ કર્યો?


જમીયત ઉલેમા-એ-હિંદના સત્રના છેલ્લા દિવસે મૌલાના અરશદ મદનીના નિવેદન પર હંગામો થયો હતો. જમીયત ઉલેમા-એ-હિંદના 34માં સત્રમાં મૌલાના અરશદ મદનીએ મોહન ભાગવતનાએ નિવેદનની ટીકા કરી હતી કે અલ્લાહ અને ઓમ એક છે. જેમના નિવેદનના વિરોધમાં અધિવેશનમાં પહોંચેલા વિવિધ ધર્મગુરુઓ સ્ટેજ છોડીને જતા રહ્યા હતા.


અરશદ મદનીએ કહ્યું કે "મેં મહાન ધર્મગુરુઓને પૂછ્યું કે, જ્યારે કોઈ નહોતું, ન તો શ્રી રામ, ન બ્રહ્મા, ન શિવ, ત્યારે પ્રશ્ન થાય? ત્યારે મનુ કોની પૂજા કરતા હતા? કેટલાક કહે છે કે તેઓ શિવની પૂજા કરતા હતા, પરંતુ તેમની પાસે ઇલમ નથી. બીજી તરફ બહુ ઓછા લોકો કહે છે કે દુનિયામાં મનુ નામની કોઈ વસ્તુ નહોતી, તેઓ ઓમની પૂજા કરતા હતા, તો મેં કહ્યું ઓમ કોણ છે? પછી ઘણા લોકોએ કહ્યું કે તે પવન છે, જેનું કોઈ સ્વરૂપ નથી, જેનો કોઈ રંગ નથી, તે વિશ્વમાં દરેક જગ્યાએ છે. જેણે આકાશ બનાવ્યું, ધરતી બનાવી, મેં કહ્યું, ઓ બાબા, અમે તેને અલ્લાહ કહીએ છીએ, તમે તેમને ભગવાન કહો છો, અમે તેમને અલ્લાહ કહીએ છીએ, પર્શિયન બોલનારા તેને ખુદા કહે છે અને અંગ્રેજી બોલનારા તેને ભગવાન કહે છે. મતલબ કે મનુ એક અલ્લાહ, એક ઓમની પૂજા કરતા હતા, આ આપણા દેશની તાકાત છે."


જૈન ધર્મગુરુ લોકેશ મુનીનો વિરોધ 


જૈન મુનિ લોકેશે મૌલાના મદનીના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોને જોડવા માટે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. એવામાં આવા નિવેદન યોગ્ય નથી. મુનિ લોકેશે મંચ પરથી આ વાત કહી હતી. આ પછી તેઓ કાર્યક્રમમાંથી ઉઠીને ચાલ્યા ગયા. તેમના પછી અન્ય ધર્મના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો હતો.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..