જૂનાગઢમાં મામલો મેદાને|જવાહર ચાવડાનો પ્રધાનમંત્રીને ઉદ્દેશીને પત્ર, ભાજપ પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-17 15:14:35

તમે કલ્પના કરી શકો કે એક પક્ષના પૂર્વ મંત્રી પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ પર ભ્રષ્ટાચારના એટલા ગંભીર આરોપ મુકે કે આવા નેતાઓના કારણે પ્રજાની વચ્ચે જવું મુશ્કેલ થઈ ગયું છે.... એ પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે... ભાજપમાં ચાલતો આંતરિક ડખા હવે ધીમે ધીમે બહાર ખુલીને આવી રહ્યો છે.. ભાજપના નેતાઓ જ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે..

PM Modiને સંબોધીને લખ્યો પત્ર

જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે અનેક મુદ્દાઓની વાત કરી છે.. જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું કે‘સત્યનો હંમેશા વિજય થાય છે આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની છે., આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ તેમાં અપવાદ છે. પત્રની શરૂઆત તેમણે કાગબાપુની રચનાથી કરી... તેમણે પોતાના પત્રમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરૂપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. 



ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ સામે શું પગલા લેશે?

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ ચરમસીમા પર હોય તેવું લાગી રહ્યું છે.. જોવાનું એ રહેશે કે આ પત્ર પછી ભારતીય જનતા પાર્ટી પોતાના જિલ્લા પ્રમુખ સામે શું પગલા લે છે, કિરીટ પટેલ આ પહેલા પણ ચૂંટણી સમયે જ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીના કારણે ચર્ચામાં આવી ચુક્યા છે, પણ આ વખતે સ્થિતિ અલગ છે, કહેવાતી શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર રોકાશે કે કેમ, ભાજપ પોતાનાં જ કથિત ગેરકાયદેર બિલ્ડીંગ માટે શું પગલા લેશે...અને સૌથી મોટી વાત આ પ્રશ્નોના જવાબ રાજનીતિક મળશે કે નાગરીક હિતના એ મહત્વનું છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?