મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-01 18:25:57

મથુરા શ્રી કૃષ્ણ-જન્મભૂમિ ઈદગાહ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે અને પછી નવેસરથી સુનાવણી કરવા જણાવ્યું છે. એટલે કે આ મામલે હવે ફરી એકવાર બંને પક્ષોએ મથુરાના જિલ્લા ન્યાયાધીશની સામે પોતાની દલીલો રજૂ કરવી પડશે. હવે આ મુસ્લિમ પક્ષ માટે આંચકો છે કારણ કે તેઓ ફરીથી દલીલ કરવા માંગતા ન હતા.


મુસ્લિમ પક્ષને ઝટકો શા માટે?


તમને જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સિવિલ કોર્ટે સિવિલ સુટને જ ફગાવી દીધો હતો. આ નિર્ણયથી નારાજ શ્રી કૃષ્ણ વિરાજમાને જિલ્લા ન્યાયાધીશ સમક્ષ બીજી અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આ મામલે સુનાવણી કરતી વખતે સિવિલ કોર્ટના નિર્ણયને બાજુ પર રાખી ત્યારબાદ સુનાવણીની મેટર બોલાવવામાં આવી હતી. પરંતુ મુસ્લિમ પક્ષ આ આદેશથી સંતુષ્ટ ન હતો અને આ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે આ જ મામલામાં હાઈકોર્ટે ઈદગાહ ટ્રસ્ટ કમિટી અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે.


આ સમગ્ર વિવાદ શું છે?


આ સમગ્ર વિવાદની વાત કરીએ તો મથુરામાં આખો મામલો શાહી ઈદગાહ મસ્જિદની 13.37 એકર જમીનનો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે કેશવ દેવના મંદિરને તોડીને અહીં એક ટીલા બાંધવામાં આવ્યો હતો. અંગ્રેજો 1803માં મથુરા આવ્યા અને 1815માં કટરા કેશવદેવની જમીનની હરાજી કરી દીધી હતી. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ જમીન બનારસના રાજા પટનીમલ દ્વારા 1410 રૂપિયામાં ખરીદી હતી. તે આ જમીન પર મંદિર બનાવવા માંગતો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અંગ્રેજો દ્વારા હરાજી કરાયેલી જમીનનો કેટલોક હિસ્સો મુસ્લિમને પણ સોંપવામાં આવ્યો હતો. આ જમીન બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?