અકસ્માત આ શબ્દ સાંભળવો જાણે સામાન્ય બની ગયો છે. અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત એવા ભયંકર અકસ્માત સર્જાય છે કે મૃતદેહ પણ ઘરે નથી આવતા. અનેક અકસ્માત એવા હોય છે જેમાં અકસ્માત બાદ આગ લાગી જતી હોય છે અને લોકો બળીને ભથ્થું થઈ જતા હોય છે. ત્યારે આવો એક અકસ્માત ઉત્તર પ્રદેશમાં સર્જાયો છે. બસ અને ગાડીમાં ટક્કર થયા બાદ આગ લાગી અને પાંચ જેટલા લોકોના મોત થઈ ગયા.
બસ અનિયંત્રિત થઈ ગઈ અને અથડાઈ ગઈ ડિવાઈડર સાથે.....
પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. લોકોના મોત અકસ્માતમાં થઈ રહ્યા છે. એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ઘરેથી નીકળ્યા બાદ એવો ડર લાગે છે કે ઘરે પાછા આવીશું કે નહીં? ત્યારે એક ભયંકર અકસ્માત ઉત્તરપ્રદેશમાં સર્જાયો છે. મથુરાના થાના મહાવન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર સર્જાયો છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર એક ડબલ ડેકર સ્લિંપિંગ બસ અનિયંત્રિત થઈ ગઈ. અનિયંત્રિત થતા તે ડિવાઈડરથી અથડાઈ ગઈ અને ત્યારે પાછળથી આવી રહેલી ગાડી બસ સાથે અથડાઈ ગઈ. ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી અને પાંચ લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે.
કારમાં સવાર પાંચ લોકોના થયા મોત!
આ ઘટના બાદ બસ અને કારમાં આગ લાગી હતી જેને લઈ ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. બસમાં સવાર અનેક લોકોને બહાર નીકળવામાં સફળતા મળી પરંતુ ગાડીમાં બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો તેવી માહિતી સામે આવી છે. કારની અંદર બેઠેલા લોકો બળીને ખાખ થઈ ગયા. બસમાં 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતને કારણે અનેક લોકો ઈજાગસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે અકસ્માતની સંખ્યામાં ભયંકર વધારો થઈ રહ્યો છે. અકસ્માતો ક્યારે ઘટશે તે એક પ્રશ્ન છે...