નવરાત્રીના પાંચમા દિવસે થાય છે માતા સ્કંદમાતાની પૂજા, જાણો કયું નૈવેદ્ય માતાજીને અર્પણ કરવાથી મળે છે માતાજીના આશીર્વાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-26 07:59:02

નવરાત્રીના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની ઉપાસના કરવામાં આવે છે. દેવી ભાગવત અનુસાર દેવીના અલગ-અલગ સ્વરૂપો સ્ત્રીના જીવનના અલગ અલગ તબક્કાને દર્શાવે છે. માતા પાર્વતી તેમજ ભગવાન શંકરના સંતાન કાર્તિકેય ભગવાનને સ્કંદ પણ કહેવામાં આવે છે. સ્કંદની માતા હોવાથી તેઓ સ્કંદમાતા કહેવાયા છે. માતાજી આ સ્વરૂપ ધારણ કરી ભક્તો રૂપી પોતાના સંતાનોની રક્ષા કરે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે જ્યારે દેવરાજ ઈન્દ્રએ કાર્તિકેયને હેરાન કર્યા હતા ત્યારે માતાજીએ સિંહ પર સવાર થઈ કાર્તિકેય સ્વામીની રક્ષા કરી તેમને પોતાના ખોળામાં લઈ લીધા હતા. જેના કારણે દેવરાજ ઈન્દ્ર ડરી ગયા અને માતા સ્કંદમાતાને પ્રાર્થના કરવા લાગ્યા.  

Skanthmata Puja Vidhi Five Day Of Navratri | અમોઘ ફળદાયિની છે માનું પાંચમું  સ્વરૂપ સ્કંધમાતા, આ રીતે પૂજન કરવાથી અપાર સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ


કેવું છે માતા સ્કંદમાતાનું સ્વરૂપ

માતાજીના સ્વરૂપની જો વાત કરીએ તો, માતા સિંહ પર સવાર થયા છે. પોતાની બે ભૂજામાં કમળ ધારણ કર્યું છે, એક હસ્તથી સ્વામી કાર્તિકેયનું રક્ષણ કરી રહ્યા છે અને એક હાથથી ભક્તોને આશીર્વાદ આપે છે. નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવા સાધકે સાધના કરી જોઈએ. માતાની ઉપાસના કરવાથી કુંડલિની જાગૃત થાય છે. તેમને પ્રસન્ન કરવા આ મંત્રનો જપ કરવો જોઈએ.  

चैत्र नवरात्रि: पांचवें दिन इस प्रभावशाली मंत्र से करें ''स्कंदमाता'' की  पूजा, मिलेगा मनचाहा वरदान | Hari Bhoomi

માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવાનો મંત્ર

“सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी."

અર્થાત સિંહ પર સવારી કરનાર અને  પોતાના બે હાથોમાં પદ્મ એટલે કમળ ધારણ કરનાર સ્કંદમાતા અમારૂ કલ્યાણ કરો અને અમને યશ આપો. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેના પર દેવી કૃપા દ્રષ્ટિ રાખે છે. પોતાના બાળ જેવી સંભાળ રાખે છે.એવું માનવામાં  આવે છે માતા સ્કંદની આરાધના કરતા પહેલા કુમાર સ્કંદને પ્રસન્ન કરવા જોઈએ. જો સંતાન પ્રસન્ન હશે તો માતા અવશ્ય પ્રસન્ન થઈ જશે. દેવીની કૃપાથી ઘરમાં સુખ,શાંતી અને સમૃદ્ધિનો વાસ રહે છે. માતાજીને નૈવેદ્ય તરીકે કેળા અર્પણ કરવામાં આવે છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?