Navratriના આઠમા નોરતે થાય છે માતા મહાગૌરીની આરાધના, જાણો કયું નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2023-10-22 13:42:14

આજે નવરાત્રીનો આઠમો દિવસ છે. આઠમના દિવસે માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમાં પણ નવરાત્રીની આઠમનો મહિમા અનેરો હોય છે. નવરાત્રી દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે અને આઠમાં નોરતે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આઠમું સ્વરૂપ માતા મહાગૌરીનું છે. મહાગૌરી માતા વૃષભ પર સવારી કરે છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજી ત્રિશૂલ ધારણ કરે છે, બીજા હાથમાં તે ડમરૂ ધારણ કરે છે. ત્રીજા હાથમાં તેમણે અભય મુદ્રા ધારણ  કરી છે, અને ચોથા હાથથી માતાજી આશીર્વાદ ભક્તોને આપે છે. તેઓ સુખ અને સમૃદ્ધિ વધારનારા છે. તેઓ સદૈવ પોતાના સંતાન રૂપી ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે.



સાધકોને મનોવાંચ્છિત ફળની થાય છે પ્રાપ્તિ

ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માતાજીએ કઠોર તપ કર્યું હતું. કઠોર તપને કારણે તેમનો વર્ણ શ્યામ થઈ ગયો હતો. જ્યારે ભગવાન શંકરે તેમનો સ્વીકાર કર્યો હતો. તપસ્યા પૂર્ણ થઈ અને તે સમયે માતા પાર્વતી પર ગંગાજળનો  અભિષેક કર્યો. તે બાદ માતા પાર્વતીજીને અતિ કાંતિમય સ્વરૂપની પ્રાપ્તિ થઈ. અને તેઓ શુભ્રવર્ણા બન્યા. માતાજી સ્વયં શ્વેત વર્ણના છે, જેને કારણે તેઓ મહાગૌરી નામે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે તેમની પૂજા કરવાથી ગ્રહપીડા દૂર થાય છે. ઉપરાંત સાધકને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત માતાજીની આ સ્વરૂપની આરાધના કરે છે તેને માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. 

આ મંત્રનો કરવો જોઈએ જાપ

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્રોનો જાપ કરવામાં આવતો હોય છે. દરેક માતાજીને સમર્પિત મંત્ર હોય છે. દરેક દેવીને પ્રસન્ન કરવાનો વિશેષ મંત્ર હોય છે. માતા મહાગૌરીને આ મંત્રના ઉચ્ચારણથી પ્રસન્ન કરી શકાય છે.   

श्वेत वृषे समारूढा श्वेताम्बरधरा शुचि:|

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा||


અર્થાત જે માતા સફેદ વૃષભ પર સવાર છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. જે પ્રસન્નતા પ્રદાન કરનારી છે. તેવા માતા મહાગૌરી અમારૂ કલ્યાણ કરો.  નવરાત્રીના દિવસો દરમિયાન અલગ અલગ ભોગ અર્પણ કરવાનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીના દિવસો પ્રમાણે ભોગ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. આઠમા નોરતે શ્રીફળ માતાજીને અર્પણ કરવામાં આવે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?