નવરાત્રીના છઠ્ઠા દિવસે થાય છે માતા કાત્યાયનીની પૂજા, જાણો તેમની પૂજા કરવાથી કયા ફળની થાય છે પ્રાપ્તિ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-27 10:26:32

હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવ દુર્ગાની પૂજા કરી માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે ત્યારે આજે નવરાત્રીનું છઠ્ઠું નોરતું છે. છઠ્ઠા દિવસે માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. માતાજીનું છઠ્ઠું સ્વરુપ છે મા કાત્યાયની. એવી માન્યતા છે કે મા કાત્યાયની પૂજા કરવાથી સાધકને ધર્મ, કામ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો માતાજીના સ્વરૂપની વાત કરવામાં આવે તો માતા કાત્યાયનીને ચાર ભૂજાઓ છે. એક હાથમાં કમળ ધારણ કરેલું છે. એક હસ્તમાં તેમણે તલવાર ધારણ કરી છે.  એક હાથમાં વરદ મુદ્રા ધારણ કરી છે અને એક હાથથી ભક્તોને આશીષ આપી રહ્યા છે. માતા કાત્યાયનીનું વાહન સિંહ છે. તેમની આરાધના કરવાથી જીવનના તમામ કષ્ટો દુર થઈ જાય છે અને ભક્તને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

શા માટે માતા કાત્યાયનીના નામે ઓળખાયા 

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે મહર્ષિ કાત્યાયને માતાજીને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યું હતું. તપથી માતા ખૂબ પ્રસન્ન થયા અને તેમના ત્યાં પૂત્રી સ્વરુપે અવતર્યા હતા. જેથી તેઓ કાત્યાયની કહેવાયા. તે ઉપરાંત ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ માતાજીની ઉપાસના કરી હતી. વ્રજની ગોપીઓએ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા કાત્યાયની માતાનું વ્રત કર્યું હતું. 

Katyayani: Born out of anger of Gods, the sixth avatar of Maa Durga killed  the demon Mahishasur

ઉપરાંત માતાએ આ જ સ્વરૂપમાં દૈત્ય મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરી દેવોને તેના ત્રાસથી મુક્તિ અપાઈ હતી. જેથી કોઈ પણ ભક્ત માતાજીની સાચા મનથી ભક્તિ કરે છે તેને ઈચ્છિત ફળ માતાજી અવશ્ય આપે છે.  નવરાત્રી દરમિયાન માતાજી સમક્ષ વિવિધ ભોગ પ્રસાદી તરીકે રાખવામાં આવે છે. દિવસ પ્રમાણે અલગ અલગ ભોગ માતાજીને અર્પણ કરવામાં આવે છે. ત્યારે છઠ્ઠા નોરતે માતાજીને મધનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.   


ક્યાં મંત્રનું ઉચ્ચારણ કરવાથી મળશે માતાના આશીર્વાદ 

માતા કાત્યાયનીને પ્રસન્ન કરવા માટે નીચે દર્શાવેલા મંત્રનો જાપ કરવો જોઈએ. 

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना

कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी  

એવું કહેવાય છે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?