નવરાત્રીના દિવસો દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે નવ દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટા મસ્તક પર ઘંટ આકારનો અર્ધચંદ્ર ધારણ કરે છે માટે તેઓ ચંદ્રઘંટા નામે ઓળખાય છે. માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી સાધક સાહસિક અને નિર્ભય બને છે.
શા માટે માતાજીનું નામ પડ્યું ચંદ્રઘંટા
માતાજીના સ્વરૂપની વાત કરીએ તો તેમની દસ ભૂજાઓ છે. દેવી હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશુળ અને ગદા જેવા અસ્ત્ર-શસ્ત્રો ધારણ કરે છે. માતાજી સિંહની સવારી કરે છે. એવું માનવામાં આવે છે કે દૈત્ય સેનાનો સંહાર કરવા માતા દુર્ગાએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી તમામ કષ્ટોનો નાશ થાય છે. ઉપરાંત તેમની ઉપાસના કરવાથી મણિપૂર ચક્ર જાગૃત થાય છે.
ત્રીજા દિવસે કયો રંગ અને ભોગ કરવો અર્પણ
નવરાત્રીના નવ દિવસો દરમિયાન રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. royal blue color માતા ચંદ્રઘંટાને પ્રિય હોવાથી ત્રીજા દિવસે તેનું મહાત્મય વધી જાય છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીને દૂધ અર્પણ કરવામાં આવે છે. દૂધ અર્પણ કરવાથી ધન વૈભવ તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ સાધકને થાય છે. નવરાત્રીના ત્રીજા નોરતે માતાજીને દુધ અર્પણ કરવું જોઈએ.
કયા મંત્રથી કરવી દેવીની ઉપાસના
માતા ચંદ્રઘંટાની આરાધના કરવા માટેનો આ છે મંત્ર-
पिण्डजप्रवरारूढ़ा ण्डकोपास्त्रकेर्युता। प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥
જો કોઈ સાધક તેમના મંત્રની ઉપાસના ન કરી શકે તો તેમનો બીજ મંત્રની ઉપાસના કરી શકે છે. ऐं श्रीं शक्तयै नम: નો 108 વાર જપ કરવાથી ચંદ્રઘંટા પ્રસન્ન થાય છે. ઉપરાંત શક્ય હોય તો ચંડીપાઠનું પઠન કરવાથી પણ માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.