ચોમાસાની વિદાય નજીક આવી રહી છે ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસોએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારી દીધી છે. કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે તેમજ ફોગિંગની કામગીરી પણ ચાલી રહી છે.
પાણીજન્ય અને મચ્છરજન્ય કેસમાં વધારો
મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોના કેસમાં સતત ઉછાડો થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ બાદ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ભારે ઉછાડો જોવા મળ્યો છે. સુરત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રતિદિન 50 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 27, મેલેરિયાના 155 જેટલા કેસ સામે આવ્યા છે.
કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું
પાણીજન્ય અને
મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગે કેસને નિયંત્રિત કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. હેલ્થ વર્કરો
દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત દવાનો છંટકાવ અને ફોગિંગની
કામગીરી પણ થઈ રહી છે. મેલેરિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થાય તે માટે પ્રયાસો હાથ
ધરાયા છે.