શહીદ Mahipalsinhને ત્યાં થયો દીકરીનો જન્મ, પરિવારના સભ્યોએ કહ્યું 'દીકરીની ઇચ્છા હશે તો તેને પણ ડિફેન્સ સર્વિસમાં મૂકીશું'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-12 14:27:47

જમ્મુ કાશ્મીરમાં આતંકી સાથે થયેલી અથડામણમાં સરહદ પર મા ભોમની સેવા કરતો ગુજરાતનો જવાન શહીદ થઈ ગયા હતા. મહિપાલસિંહની જ્યારે અમદાવાદમાં અંતિમયાત્રા નિકળી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને શહીદને અંતિમ સલામી આપી હતી. આખી ઘટના જ કરૂણ હતી પરંતુ સૌથી દુ:ખદાયક દ્રષ્ય એ હતું જ્યારે તેમની સગર્ભા પત્નીએ તેમને અંતિમ વિદાય આપી હતી, અંતિમ સલામી આપી હતી. શહીદ મહિપાલસિંહ પોતાના સંતાનનું મુખ જોવે તે પહેલા જ તેમણે દુનિયાને ચીર વિદાય આપી દીધી હતી. ત્યારે આજે શહીદના ઘરે દીકરીનો જન્મ થયો છે. 


શહીદના પરિવારને ત્યાં થયો દીકરીનો જન્મ, નામ આપ્યું વિરલબા  

શહીદના ઘરે જ્યારે અમારી ટીમ ગઈ હતી ત્યારે શહીદની માતાએ વાત કરતા જણાવ્યું હતું કે અમારા ઘરે પારણું બંધાય અને દીકરો આવે તો મારા દીકરાની યાદી રહેશે. ત્યારે આજે મહિપાલ સિંહના ઘરે પારણું બંધાયું છે અને મહિપાલસિંહના પત્ની વર્ષા બેને દીકરીને જન્મ આપ્યો છે. તેમણે શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો છે. જ્યારે મહિપાલસિંહ વાળાની પત્નીને પૂછ્યું હતું કે તમારા ઘરે પારણું બંધાશે તો તમે તમારા બાળકને સેનામાં મોકલશો? તો તેમણે કહ્યું હતું કે એ એમના બાળકને મા ભોમની સેવા કરવા મોકલશે .વીર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે આ દીકરીનું નામ વિરલબા રાખવામાં આવ્યું છે.

મહિપાલસિંહના કપડાનો સ્પર્શ કરાયા બાદ દીકરીને હાથમાં લીધી

મહિપાલસિંહના પત્ની વર્ષાબેનને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારે તેમની પાસે મહિપાલસિંહના કપડા રાખવામાં આવ્યા હતા. વર્ષાબેને વીરગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડ્યા બાદ દીકરીને સ્પર્શ કર્યો હતો. આ દ્રશ્યો જોઈ આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. એટલું જ નહીં પરિવારજનોએ કહ્યું કે દીકરી મોટી થશે અને એને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને મોકલીશું.ચાર દિવસ પહેલા જે પરિવારે દીકરો ગુમાવ્યો, તે વાળા પરિવારને ફુલ જેવી દીકરીની ભગવાને ભેટ આપી. 

શહીદને અંતિમ સલામી આપવા ઉમટ્યું હતું માનવમહેરામણ

આતંકી સાથે અથડામણમાં જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના જવાન શહીદ થયા હતા. વીર સપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાનમાં તેમના અંતિમસંસ્કર કરવામાં આવ્યા હતા. એક શહીદને છાજે તેવી વિદાય વીર જવાનને અપાઈ હતી. 


15 ઓગસ્ટના રોજ મહિપાલસિંહનો થયો હતો જન્મ! 

મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. 15મી ઓગસ્ટના દિવસે જન્મેલા મહિપાલસિંહએ નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું જોયું હતું. તેઓ છેલ્લે પોતાના જ સિમંત પ્રસંગમાં અમદાવાદ આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. પરંતુ શહીદ વીરના ઘરે દીકરી વીરલબાનો જન્મ થયો છે. શહીદ પતિના કપડાને સ્પર્શ કરીને એક માતાએ દીકરીને હાથમાં લીધી હતી. ત્યારે પરિવાર માટે આ ક્ષણ ભારે ભાવુક હતી.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?