જમ્મુ કાશ્મીરના કુલગામમાં શહીદ થયેલા અમદાવાદના મહિપાલસિંહ પ્રવિણ સિંહ વાળાના પાર્થિવ દેહનો આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા. આજે શહીદ સૈનિક મહિપાલ સિંહની અંતિમ યાત્રા અમદાવાદના ઓઢવ વિસ્તાર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી નીકળીને વિરાટનગર વોર્ડના લીલાનગર સ્મશાન ખાતે પહોંચી હતી, જ્યાં સંપુર્ણ રાજકીય સમ્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. મહિપાલસિંહના નિવાસ સ્થાને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોડ ઉપર બેનરો લગાવવામાં આવ્યાં હતા. શહીદ મહિપાલસિંહની અંતિમ યાત્રામાં શહીદ જવાન અમર રહોના નારા લાગ્યા હતા. વેપારીઓ દ્વારા પણ વિરાટનગરમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો. શહીદના નિવાસસ્થાન બહાર બંને તરફ એક કિમી સુધી લોકોની ભીડ જોવા મળી હતી.
Jammu Kashmirમાં શહીદ થયેલાં Ahmedabadનાં Mahipalsinh Valaને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટ્યાં#jammukashmir #sahidjawan #bhupendrapatel #cmbhupendrapatel #sahidjawanamarrahe #ahmedbad #viratnagr #mahipalsinhvala #jamawat #jamawatupdate pic.twitter.com/DjIgcJM5KZ
— Jamawat (@Jamawat3) August 6, 2023
CM ભૂપેન્દ્ર પટેલે શ્રધ્ધાંજલિ પાઠવી
Jammu Kashmirમાં શહીદ થયેલાં Ahmedabadનાં Mahipalsinh Valaને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટ્યાં#jammukashmir #sahidjawan #bhupendrapatel #cmbhupendrapatel #sahidjawanamarrahe #ahmedbad #viratnagr #mahipalsinhvala #jamawat #jamawatupdate pic.twitter.com/DjIgcJM5KZ
— Jamawat (@Jamawat3) August 6, 2023શહીદ મહિપાલસિંહ વાળાના પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય પાયલ કૂકરાણી,અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ શહિદ મહિપાલસિંહને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા મનિષ દોશી અને શૈલેષ પરમાર સહિતના આગેવાનોએ જવાનને અંતિમ વિદાઈ આપી હતી.
પરિવાર શોકમગ્ન, પત્ની હોસ્પિટલમાં દાખલ
મહિપાલસિંહ વાળાના પત્ની ગર્ભવતી હોવાથી થોડા દિવસોમાં જ તેઓ પિતા બનવાના હતા પણ સંતાનનો ચહેરો જુએ તે પહેલા જ તેઓ દેશ માટે શહીદ થઈ ગયા. મહિપાલસિંહ શહીદ થયાના સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. પતિ શહીદ થયાના સમાચાર સાંભળતા પત્નીની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મહિપાલસિંહનાં પરિવારજનમાં તેમની પત્ની, માતા, મોટાભાઈ અને બે બહેનો છે.
દેશ માટે શહીદ થયા મહિપાલસિંહ
મહિપાલસિંહ વાળા 8 વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. શહીદ જવાન મહિપાલસિંહ વાળા વર્ષ 2016ની આસપાસ ભારતીય સૈન્યમાં જોડાયા હતા. ધોરણ 12 પાસ કર્યા તેઓ સેનામાં જોડાયા હતા અને મધ્ય પ્રદેશના જબલપુર ખાતે તેઓએ એક વર્ષની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ તેમનું ગુવાહાટીમાં પોસ્ટીંગ થયું હતુ. જો કે થોડા વર્ષે સુધી ફરજ બજાવ્યા બાદ તેમનું ચંદીગઢમાં પોસ્ટીંગ થયું હતુ. જે બાદ ચંદીગઢથી 6 મહિના પહેલા જમ્મુ કાશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી. 34 રાષ્ટ્રીય રાઇફલમાં પણ તેઓનું પોસ્ટીંગ થયું હતું.