દેશની તેમજ દેશવાસીઓની રક્ષા કરવા માટે સરદહ પર તૈનાત એ જવાન પોતાના જીવનું બલિદાન આપી દેશને આપેલા વચનને નિભાવવા માટે તત્પર હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદ ખાતે શહીદ મહિપાલસિંહની અંતિમ યાત્રા નિકળી હતી. ભારે હૈયે લોકોએ તેમજ શહીદના પરિવારે તેમને ચીર વિદાય આપી હતી. જ્યારે શહીદની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે આખું અમદાવાદ જાણે રડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે મહિપાલસિંહની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે સૌથી કરૂણ દ્રશ્ય જે હોય તે હતું તેમના ગર્ભવતી પત્નીનું રૂદન... મહિપાલસિંહના ગર્ભવતી પત્ની એમને અંતિમ સલામી દેવા માટે પહોંચ્યા એક તરફ મહિપાલ સિહ અમર રહોના નારા લાગી રહ્યા હતા બીજી બાજુ તેમના પત્ની હૈયાફાટ રુદન કરી રહ્યા હતાને પુષ્પ અર્પણ કરી રહ્યા હતા.
શહીદને અંતિમ વિદાય આપવા ઉમટ્યું માનવમહેરામણ
આપણા દિલમાં સૈનિકો માટે અલગ જ પ્રકારનું માન સન્માન હોય છે. જ્યારે આપણે વર્દીમાં આવેલા આર્મી મેનને જોઈએ ત્યારે આપણને તેમને સલામ આપવાનું મન થાય. દેશની રક્ષા કરતા કરતા જ્યારે કોઈ જવાન શહીદ થાય છે એ સમાચાર અનેક લોકોને દુખી કરી દેતા હોય છે. મા ભારતીની સેવા કરવા માટે તે કંઈ પણ વિચાર્યા વગર પોતાના જીવની આહુતી આપી દેતા હોય છે. ત્યારે ગઈકાલે શહીદ મહિપાલસિંહની અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળી હતી. શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અંતિમ યાત્રા દરમિયાન હાજર લોકોની આંખો ભીની હતી. ભારે હૈયે લોકએ તેમને વિદાય આપી હતી.
ગર્ભવતી પત્નીએ ભારે હૈયે આપી પતિને વિદાય
પોતાના પરિવારના સભ્યને અંતિમ વિદાય આપવી દરેક માટે અઘરૂં હોય છે. ત્યારે ગઈકાલે સૌથી કરણદ્રશ્યો એ હતા જ્યારે શહીદના પત્ની તેમની પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડતા પતિ શહીદ મહિપાલસિંહને પુષ્પાજંલિ અર્પી અને છેલ્લી સલામી આપી હતી. અહીં સૌથી દુઃખદ બાબત તો એ છે કે દેશની રક્ષા કાજે શહીદ થનાર મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થયા છે.
બાળક આવશે તેની ખુશી છે તો પતિને અલવિદા કહેવાનું ગમ
ગઈ કાલે જ્યારે શહીદ મહિપાલસિંહની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે રસ્તા પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. મહિપાલ સિંહની ઘરની અત્યારે કેટલી ગંભીર પરિસ્થિતિ હશે કે એક તરફ બાળક આવવાની ખુશી અને બીજી તરફ પતિના શહીદ થવાનું ગમ છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાનો પણ સમાવેશ થાય છે. હવાઈ માર્ગથી શહીદ જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો.
સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહીપાલસિંહે દેશ માટે આપ્યું બલિદાન
શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી. તો બીજીતરફ 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ હતો. તેમના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. હાલમા તેમના પત્ની ગર્ભવતી છે. સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ માં ભોમની રક્ષા કાજે શહીદ થયા છે. ત્યારે એ દ્રશ્યો હજુ પણ કોઈના મગજથી ભુસાઈ શકે તેમ નથી. ત્યારે દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનાર દરેક વીર શહીદના ચરણોમાં કોટી કોટી વંદન. દેશના જવાન થઈ તેમણે પોતાની જવાબદારી નિભાવી ત્યારે દેશના સારા નાગરિક બની આપણે આપણી ફરજ બજાવીએ. શહીદના બલિદાનને યાદ કરીએ અને કાયદો ભંગ કરતા પહેલા તેમણે આપણા માટે બલિદાન વિશે વિચારીએ.