એવો કેવો આ પરિવાર કે જ્યાં આટલી હદે વ્યભિચારનો ફેલાવો અને તે પછી સમાજની શરમ નડે એટલે માસૂમનો ભોગ લેવાય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-30 20:34:32

ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત કરીએ સુરત શહેરની.. સુરતમાં એક તાલુકો છે કામરેજ.. તેના ઘલા ગામમાંથી વ્યભિચારનો એક  એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 2 સંતાનના બાપ એવા પરિણીત હવસખોર ભાઇએ પોતાની જ પિતરાઇ બહેનને પ્રેમજાળમાં ફસાવી અને તેને ગર્ભવતી બનાવી..અને જ્યારે આ વાતની પીડિતાના ઘરમાં ખબર પડે છે ત્યારે સમાજમાં આબરું જવાની બીકે તેના પિતા અને તેની ફોઇ મળીને તેના બાળકને પણ દાટી આવે છે..  

કામરેજના ઘલા ગામમાં ખેતમજૂરીનું કામ કરતા કનુ બારૈયા મૂળ ભાવનગરના છે .. પોતાની પત્ની અને 2 દીકરા અને 1 દીકરી સાથે તેઓ રહે છે.. કનુ બારૈયાના બેન બનેવી પણ આ જ ગામમાં ખેત મજૂર તરીકે કામ કરતા હતા એટલે પારિવારિક સંબંધોના પગલે એકબીજાના ઘરમાં અવરજવર  રહેતી હતી એક દિવસ કનુભાઇની દીકરીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી..તો પરિવારજનો તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા.. દીકરીનું ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે કનુભાઇ અને ઘરના લોકોને એકબાજુ બોલાવીને કહ્યું કે તમારી દીકરીને પેટમાં ગર્ભ છે.. આ વાત સાંભળતા જ  પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ..દીકરીને ઘરે લઇ આવી તેની કડક પૂછપરછ હાથ ધરે છે.. અને પૂછે છે કે બાળકનો બાપ કોણ છે.. અને જવાબ મળે છે કે બાળક તેના પિતરાઇ ભાઇ મુનેશનું છે..પરિવારજનો સ્તબ્ધ થઇ જાય છે.. અને તે પછી ધીમે ધીમે બહાર આવે છે.. ઘટનાની હકીકતો..

કનુભાઇ મુનેશની માતાને જાણ કરે છે.. મુનેશની માતા કનુભાઇના ઘરે દોડી આવે છે.. રાત્રે પીડિતાને વધુ દુખાવો ઉપડે છે અને તેને ડિલિવરી કરાવતા છોકરીનો જન્મ થાય છે.. કોઇ સામાન્ય ઘટનામાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પરિવારમાં એક ખુશખુશાલ વાતાવરણ હોય.. આસપાસમાં મીઠાઇ વહેંચી આનંદ  વ્યક્ત કરાતો હોય..પણ આ ઘટનામાં એ વાતોને તો અવકાશ જ  નહોતો..અહીંયા તો અનૈતિક સંબંધોના પરિણામથી જન્મેલા બાળકનો જીવવાનો હક જ  છીનવાઇ જવાનો હતો.. દીકરી સ્વરૂપે જન્મેલા બાળકનું હવે શું કરવું તે અંગે પરિવાર ચિંતામાં હતો..આગળ શું કરવું કોઇને કંઇ સૂઝતું ન હતું..  ત્યાં મુનેશ ઉભો થાય  છે.. અને બાળકીને ઉપાડી કનુભાઇને કહે છે કે આને દાટી દેવી પડશે.. મુનેશની સાથે કનુભાઇ અને મુનેશની માતા એટલે કનુભાઇની બહેન પણ આ કૃત્યમાં જોડાય છે.. ત્રણેય જણા મોડીરાત્રે ગામમાં બહાર નીકળે છે.. અને એક ખુલ્લી અવાવરુ ગૌચરની જમીનમાં જગ્યા શોધી ખાડો ખોધીને ત્યાં જીવતી બાળકીને દાટી દે છે..  તે પછી રાતના 2 વાગ્યાની આસપાસ ઘરે આવે છે..

પીડિતા જે હજુપણ પથારી પર જ છે.. તે પૂછે છે કે ક્યાં છે બાળકી અને તેને જવાબ મળે છે કે અમે તેને દાટી આવ્યા.. જો કે આટલું તો પૂરતું ન હતું.. પુરાવાનો પણ નાશ કરવાનો હતો.. કનુભાઇ પોતાના દીકરાને પુરાવાનો નાશ કરવાનું કામ સોંપે છે પણ તે અવાજ  ઉઠાવે છે.. પીડિતાનો ભાઇ આખરે પોતાની બહેનની વહારે આવે છે.. અને તે પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ  દાખલ કરે છે..પોલીસ પોતે પણ આ ઘટનાની વાતો ભાઇના મોઢેથી સાંભળીને ચોંકી જાય છે.. અને તાત્કાલિક તપાસ કરવા પહોંચે છે.. આરોપી કનુભાઇ અને મુનેશને સાથે રાખી બાળકીને જે જગ્યાએ દાટી રાખી હતી તે સ્થળે મામલતદારને સાથે રાખી તપાસ કરાવે છે.. અને તપાસમાં પોલીસને બાળકીનો મૃતદેહ મળી આવે છે.. અને આ રીતે પીડિતાનો ભાઇ પોતે ફરિયાદી બનીને કનુભાઇ, તેમની બહેન અને મુનેશ, આ ત્રણેયને જેલહવાલે કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.. પરંતુ સવાલો એ થાય છે કે શું આટલી વાતથી આ વાર્તા અહી પૂરી થઇ જાય છે.. ?

20 વર્ષની એક યુવતી જે સગપણમાં પોતાની બહેન થાય છે.. તેને જ પ્રેમજાળમાં ફોસલાવીને હવસખોરી આચરવાની? મુનેશ પોતે પણ પરિણીત અને 2 સંતાનોનો બાપ છે તેમ છતા તેણે પોતાની બહેનનો હવસનો ભોગ બનાવી અને ઉપરથી તેની સાથેના સંબંધોથી જન્મેલી બાળકીને જીવતેજીવ દાટી પણ દીધી.. અને આ યુવતી જે કુંવારી માતા બની તે આટલા સમય સુધી તેને પોતાનો ફાયદો કેમ ઉઠાવવા દીધો? આપણી ભારતીય પરંપરાઓમાં તો પરિવારની વ્યાખ્યા એ છે કે જેમાં લોકો એકબીજાનું જતન કરે એકબીજાનું  પતન નહિ, આવો કેવો આ પરિવાર કે જ્યાં આટલી હદે વ્યભિચારનો ફેલાવો અને તે પછી તેમને સમાજની શરમ નડી જાય છે.. અને એક માસૂમ બાળકીના શ્વાસ છીનવી લેવાય છે.. ? 

પોલીસે કલમ 302 હેઠળ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.. જે સદોષ માનવવધની કલમ છે.. જેમાં આજીવન કેદથી લઇને ફાંસી સુધીની સજા થઇ શકે છે.. હાલ તમામ આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.. આગળ જતા હજુ અનેક ખુલાસાઓ આ ઘટનામાં થશે.. પરંતુ આ ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે વ્યભિચારમાં જે વ્યક્તિ તમામ હદો પાર કરી નાખે છે.. તે એકના એક દિવસ તેની સજા જરૂર ભોગવે છે..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?