એકલા Tata Groupનું માર્કેટ કેપ પાકિસ્તાનના અર્થતંત્રથી પણ વધુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:04:45

ભારતના સૌથી મોટા બિઝનેશ હાઉસ તાતા ગ્રૂપનું કુલ માર્કેટ કેપ હવે પાકિસ્તાનની સમગ્ર અર્થવ્યવસ્થાથી પણ મોટું થઈ ગયું છે. ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ (Tata Group Mcap) 365 અબજ ડોલર હતું, જ્યારે IMFએ પાકિસ્તાનની જીડીપી લગભગ 341 અબજ ડોલર જેટલું  હોવાનું અનુમાન લગાવ્યું છે. ટાટા ગ્રૂપની બીજી સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નો આકાર પાકિસ્તાનના અર્થતંત્રથી લગભગ અડધો છે. TCSનું માર્કેટ કેપ 170 બિલિયન ડોલર છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓનું કેવું રહ્યું છે પર્ફોરમન્સ?

ટાટા મોટર્સ અને ટ્રેન્ટનું રિટર્ન છેલ્લા એક વર્ષમાં ટાઈટન, ટીસીએસ, અને ટાટા પાવરમાં જોવા મળેલી રેલીના પરિણામે ટાટા ગ્રૂપના માર્કેટ કેપમાં વૃધ્ધી થઈ છે. ટાટાની ઓછામાં ઓછી 8 કંપનીઓની પ્રોપર્ટી છેલ્લા એક વર્ષમાં બેગણાથી પણ વધુ થઈ ગઈ છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓમાં TRF, ટ્રેન્ટ, બનારસ હોટેલ્સ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મોટર્સ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા એન્ડ આર્ટસન એન્જિનિયરિંગ સામેલ છે. ત્યાર બાદ, ટાટા કેપિટલ  (Tata Capital),જેને આગામી વર્ષ સુધી તેનો આઈપીઓ લાવવાનો છે. તેનું માર્કેટ કેપ 2.7 લાખ કરોડ રૂપિયા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?