દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે, જેના કારણે વિશ્વની ટોચની મલ્ટીનેશનલ કંપનીઓ તેમનો વર્ક ફોર્સ ઘટાડી રહી છે. જેમ કે જાણીતી સોશિયલ મીડિયા નેટવર્કીંગ કંપની ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર તેના કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે. કંપની લગભગ 10 હજાર કર્મચારીઓની છટણી કરશે.
માર્ક ઝકરબર્ગે માર્ચમાં કરી હતી જાહેરાત
Metaના CEO માર્ક ઝકરબર્ગે માર્ચ 2023માં 10 હજાર લોકોની છટણીની જાહેરાત કરી હતી. હવે કંપની એ જ પગલે આગળ વધી રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને રિયાલિટી લેબમાં કામ કરતા કર્મચારીઓને છટણીનો સામનો કરવો પડશે. એક અનુમાન છે કે આ છટણીમાં આ 10,000 લોકો તેમની નોકરી ગુમાવશે. મેટાએ પહેલાથી જ 11,000 લોકોની નોકરી સમાપ્ત કરી દીધી છે.
મેટા મેનેજમેન્ટે મેનેજરોને કર્યો આદેશ
અત્રે ઉલ્લેખનિય છે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મેટાની માલિકીની પેટા કંપનીઓ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ બુધવારે કંપનીએ મેનેજરોને જોબ કટ મેમો તૈયાર કરવા કહ્યું છે. આ ત્રણ સોશિયલ મીડિયા કંપનીઓ ઉપરાંત, રિયાલિટી લેબનો પણ સમાવેશ કરી શકાય છે જે વર્ચ્યુઅલ રિયાલિટી પર આધારિત એક ડિપાર્ટમેન્ટ છે.