વિશ્વના અગ્રણી ઈન્વેસ્ટર માર્ક મોબિયસે અદાણી ગ્રુપ અને અમેરિકાના અર્થતંત્ર અંગે કહીં આ ચોંકાવનારી વાત


  • Published By :
  • Published Date : 2023-05-15 21:19:54

અદાણી ગ્રુપ પર સવાલ ઉભા કરનારા હિંડનબર્ગ રિપોર્ટ બાદ રોકાણકારોનો ભરોસો અદાણી ગ્રુપની કંપનીઓ પરથી ઉઠી ગયો છે. જો કે અદાણી ગ્રુપ પર ભારે ભરખમ દેવાને લઈ વિશ્વના અગ્રણી ઈન્વેસ્ટર અને અને મોબિયસ કેપિટલ પાર્ટનર્સના ફાઉન્ડર માર્ક મોબિયસે અદાણીના દેવાને લઈ સવાલો ઉઠાવતા અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.


અદાણીના દેવા પર સવાલ


માર્ક મોબિયસે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે બજારના રોકાણકારોને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મોબિયસ કેપિટલ માટે ભારત એક મોટું બજાર છે. તેમની ફર્મ ભારતમાં તેનું રોકાણ વધારવાની યોજના બનાવી રહી છે, પરંતુ તે અત્યારે અદાણી ગ્રુપમાં રોકાણ કરશે નહીં. માર્કે કહ્યું કે ભારત તેમના રોકાણ પોર્ટફોલિયોમાં બે સૌથી મોટા બજારોમાંનું એક છે. જ્યાં સુધી અદાણી ગ્રૂપમાં રોકાણનો સવાલ છે, તે હાલ પૂરતું તેનાથી અંતર રાખશે. તેમણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં રોકાણ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે દેવાના કારણે અમે અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અદાણી જૂથ પર ઘણું દેવું છે અને અમે વધુ દેવું ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવા માંગતા નથી. આ કારણથી તેમણે અદાણીની કંપનીઓથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ તેમણે આવી જ વાત કહી હતી.


અમેરિકાનું અર્થતંત્ર મંદી તરફ


તેમણે અમેરિકાના બેંકિંગ સંકટ પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. પ્રાઇમ લેન્ડિંગ રેટ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે હાલના દિવસોમાં ઉભરતા બજારોએ અમેરિકાના બજાર કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ચીન ઉપરાંત ભારતીય બજારોએ અસાધારણ પ્રદર્શન કર્યું છે. ભારત સરકાર સતત સુધારાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે રોકાણકારોને ભારત તરફ આકર્ષવા માટેનું મહત્વનું પરિબળ બન્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?