મહારાષ્ટ્રમાં ફરીથી મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું છે, આ વર્ષે ઓગસ્ટથી શરૂ થેયેલી મરાઠા આરક્ષણની માગ મહારાષ્ટ્રમાં હિંસક બની છે. મરાઠા અનામતની માગ કરી રહેલા લોકોએ સોમવારે બિડ જિલ્લામાં માજલગાંવમાં એનસીપી અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને ઓફિસ પર પથ્થરમારો કર્યા બાદ આગ ચાંપી હતી. સેંકડો પ્રદર્શનકારીઓએ અહીં ડઝનેક બાઇક અને કારને પણ આગ લગાવી દીધી હતી. હાલ ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
MLA પ્રકાશ સોલંકેએ શું કહ્યું?
ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે બપોરે દેખાવકારોએ મારા ઘરમાં આગ લગાવી હતી, જ્યારે પથ્થરમારો અને આંગ ચાંપી તે સમયે હું મારા ઘરમાં પરિવારજનો સાથે જ હાજર હતો. જો કે મારા પરિવારજનો અને સુરક્ષાકર્મીઓને કોઈ નુકસાન થયું નથી. તમામ લોકો સુરક્ષિત છે. વિરોધ પ્રદર્શકોએ મારી ઓફિસ અને ગાડીઓેને પણ છોડી નથી. તેને પણ આગને હવાલે કરી હતી. મારી પ્રોપર્ટીને જબરદસ્ત નુકસાન થયું છે.
શા માટે પ્રકાશ સોલંકેને નિશાન બનાવ્યા?
પ્રકાશ સોલંકે અજિત પવાર જુથના ધારાસભ્ય છે, તેઓ બીડની માંજલગાવ વિધાનસભા સીટથી એનસીપીની ટિકિટ પર ચૂંટાયા હતા. સોલંકેની તાજેતરમાં જ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં તે મરાઠા આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેને લઈને ટિપ્પણી કરતા સાંભળવા મળે છે. આ જ કારણે આદોલનકારીઓએ ધારાસભ્ય પ્રકાશ સોલંકેથી નારાજ હતા અને તેમણે ઘર અને ઓફિસને નિશાન બનાવી હતી. ઉલ્લેખનિય છે કે મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે જાલનાના અંતરૌલીમાં 6 દિવસથી ભૂખ હડતાળ પર છે. શિંદેએ પણ મનોજ જરાંગેને અપીલ છે કે "અમને થોડો સમય આપો, સરકાર તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે, તેમને દવા અને પાણી લેવા અપીલ છે."
શિવસેના સાંસદે આપ્યું રાજીનામું Maharashtra Deputy CM Devendra Fadnavis says, "Manoj Jarange's health should be taken care of. A team of doctors is present there. Life is important. The people who are with him also need to take care of him. The Chief Minister himself is paying attention to all these issues.… pic.twitter.com/9ZKK7AnWLc
— ANI (@ANI) October 29, 2023
Maharashtra Deputy CM Devendra Fadnavis says, "Manoj Jarange's health should be taken care of. A team of doctors is present there. Life is important. The people who are with him also need to take care of him. The Chief Minister himself is paying attention to all these issues.… pic.twitter.com/9ZKK7AnWLc
— ANI (@ANI) October 29, 2023મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગણી સાથે રવિવારે (29 ઓક્ટોબર) અન્ય એક યુવકે આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ બીડ જિલ્લાના પરલી તાલુકાના રહેવાસી ગંગાભીષણ રામરાવ તરીકે થઈ છે. રાજ્યમાં 11 દિવસમાં 13 લોકોએ આત્મહત્યા કરી છે. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી રાજીનામું લોકસભાના અધ્યક્ષ સુધી પહોંચ્યું નથી, પરંતુ રાજીનામું પત્ર વાયરલ થઈ રહ્યું છે.