મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ સાથે પગપાળા કૂચ કરી રહેલા મનોજ જરાંગે પાટીલ શુક્રવારે મુંબઈ તરફ નહીં જાય. હાલ તેઓ નવી મુંબઈમાં જ રહેશે. જરાંગે મહારાષ્ટ્ર સરકારને આજે રાત સુધીમાં મરાઠા આરક્ષણ અંગે સરકારી ઠરાવ (GR) જારી કરવા જણાવ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા GR જારી કરવામાં નહીં આવે તો મરાઠાઓ આવતીકાલે શનિવારે સવારે મુંબઈ તરફ કૂચ કરશે. જરાંગે આજે સવારે 11 વાગ્યાથી નવી મુંબઈમાં ઉપવાસ શરૂ કર્યા છે.
Maharashtra | Maratha Reservation activist Manoj Jarange Patil Marathas will not go towards Mumbai today. They will stay in Navi Mumbai only. Jarange Patil has asked the Maharashtra government to issue GR regarding the Maratha reservation by tonight. If by tonight GR is not… pic.twitter.com/DHQicaH2S2
— ANI (@ANI) January 26, 2024
કાલે મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન
Maharashtra | Maratha Reservation activist Manoj Jarange Patil Marathas will not go towards Mumbai today. They will stay in Navi Mumbai only. Jarange Patil has asked the Maharashtra government to issue GR regarding the Maratha reservation by tonight. If by tonight GR is not… pic.twitter.com/DHQicaH2S2
— ANI (@ANI) January 26, 2024મનોજ જરાંગ પાટીલે મરાઠા સમુદાયના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે ચોક્કસ થોડા કલાકોમાં અમે આઝાદ મેદાન જવાના છીએ. અમને શિક્ષણમાં અનામત જોઈએ છે, તે 100% હોવી જોઈએ. અમે આજે મુંબઈ નહીં આવીએ, અમે અહીં વાશીમાં રાહ જોઈશું. સરકારે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવો પડશે. સરકાર આજે સાંજ સુધીમાં શિક્ષણ અંગે નિર્ણય કરે. અમે અમારા સંઘર્ષને કારણે કોઈ મુંબઈકરને મુશ્કેલીમાં મૂકવા માંગતા નથી. ઉલ્લેખનિય છે કે મનોજ જરાંગે 20 જાન્યુઆરીએ અનામતની માંગ સાથે પોતાના હજારો સમર્થકો સાથે જાલનાથી નીકળ્યા હતા. તેમની કૂચ 26 જાન્યુઆરીએ વાશી પહોંચી હતી. અહીં તેમણે પોતાની માંગણીઓ માટે ફરી ભૂખ હડતાળ શરૂ કરી છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મરાઠા લોકો એકઠા થવાની આશા છે. જો કે, તેમને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવાની પ્રશાસન તરફથી પરવાનગી મળી નથી. તેમણે બુધવારે કહ્યું હતું કે તેઓ અનામત માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે અને આરક્ષણ વિના અહીંથી પાછા નહીં જાય.
શું છે મનોજ જરાંગેની માંગ?
મનોજ જરાંગેની માંગ છે કે મરાઠા સમાજના લોકો OBC હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
મનોજ જરાંગેની પહેલી માંગ છે કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.
અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ.
જરાંગે એ પણ માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરું પાડે અને ઘણી ટીમો બનાવે.
મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.