મરાઠા આરક્ષણ: મહારાષ્ટ્ર સરકારે જરાંગેની આ મુખ્ય માંગ સ્વીકારી, મરાઠા નેતા આંદોલનના નિર્ણય પર અડગ


  • Published By :
  • Published Date : 2024-01-26 22:31:32

મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે મનોજ જરાંગે પાટીલની માંગણી સ્વીકારી છે. કુણબી પ્રમાણપત્રમાં નજીકના સંબંધીનું નામ ઉમેરવા અંગે આજે જ વટહુકમ બહાર પાડવામાં આવશે. મનોજ જરાંગે પાટીલની મુખ્ય માંગ એ હતી કે જેમની પાસે કુણબી પ્રમાણપત્ર છે તેમના જીવનસાથીઓને પણ કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે નવી મુંબઈમાં જ મહારાષ્ટ્ર સરકારનું એક પ્રતિનિધિમંડળ જરાંગેને મળ્યું હતું અને મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે તેમને ફોન પર વાત કરાવી હતી.


જરાંગેની માંગણી અંગે મંત્રીએ કર્યો દાવો


રાજ્યના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે પત્રકારોને જણાવ્યું હતું કે જરાંગેની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને તે સરકારી પ્રક્રિયા મુજબ પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 37 લાખ કુણબી પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે અને આ સંખ્યા વધીને 50 લાખ થઈ જશે.


જરાંગેએ શું કહ્યું?


સરકારી પ્રતિનિધિમંડળ સાથેની બેઠક બાદ નવી મુંબઈના વાશી વિસ્તારમાં શિવાજી ચોક ખાતે લોકોને સંબોધિત કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારના આ પ્રતિનિધિમંડળ બેઠક બાદ જરાંગેએ કહ્યું કે રાજ્ય સરકારે મને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો આપ્યા છે. અનામત જોઈતી હોય તો લડતા શીખવું પડશે, આપણે અનામત લઈને જ રહેવાનું છે. અમે અમારી માંગણીઓ માટે મુંબઈ આવ્યા છીએ.સરકારના નિર્ણયની જાણ કરવા માટે જ સરકારી અધિકારીઓ આવ્યા હતા, સરકારના કોઈ મંત્રી આવ્યા ન હતા. જરાંગે વધુમાં કહ્યું કે પ્રતિનિધિમંડળે તેમને કેટલાક દસ્તાવેજો આપ્યા છે જેના આધારે તેઓ તેમના સમર્થકો સાથે ચર્ચા કરશે અને તેમની ભાવિ રણનીતિ જાહેર કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી અમે આંદોલનમાંથી પાછા હટવાના નથી. 


કાલે મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન 


મનોજ જરાંગ પાટીલે મરાઠા સમુદાયના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે ચોક્કસ થોડા કલાકોમાં અમે આઝાદ મેદાન જવાના છીએ. અમને શિક્ષણમાં અનામત જોઈએ છે, તે 100% હોવી જોઈએ. અમે આજે મુંબઈ નહીં આવીએ, અમે અહીં વાશીમાં રાહ જોઈશું. સરકારે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવો પડશે. સરકાર આજે સાંજ સુધીમાં શિક્ષણ અંગે નિર્ણય કરે. અમે અમારા સંઘર્ષને કારણે કોઈ મુંબઈકરને મુશ્કેલીમાં મૂકવા માંગતા નથી. ઉલ્લેખનિય છે કે મનોજ જરાંગે 20 જાન્યુઆરીએ  અનામતની માંગ સાથે પોતાના હજારો સમર્થકો સાથે જાલનાથી નીકળ્યા હતા. તેમની કૂચ 26 જાન્યુઆરીએ વાશી પહોંચી હતી. અહીં તેમણે પોતાની માંગણીઓ માટે ફરી ભૂખ હડતાળ શરૂ કરી છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મરાઠા લોકો એકઠા થવાની આશા છે. જો કે, તેમને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવાની પ્રશાસન તરફથી પરવાનગી મળી નથી. તેમણે બુધવારે કહ્યું હતું કે તેઓ અનામત માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે અને આરક્ષણ વિના અહીંથી પાછા નહીં જાય.


શું છે મનોજ જરાંગેની માંગ?


મનોજ જરાંગેની માંગ છે કે મરાઠા સમાજના લોકો OBC હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


મનોજ જરાંગેની પહેલી માંગ છે કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.


અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ.


જરાંગે એ પણ માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરું પાડે અને ઘણી ટીમો બનાવે.


મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?