ગુજરાત પોલીસને સો સો સલામ, પોલીસ તેમજ એનડીઆરએફની ટીમને કારણે અનેક લોકોને મળ્યું જીવનદાન, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-24 11:16:55

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે કુદરત સર્જીત આફતોથી લડવાની વાત આવે ત્યારે પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ લોકોનો બચાવ કરવા તત્પર હોય છે. રેસ્ક્યુના અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જેને જોઈ આપણને લાગે કે ભગવાનના રૂપમાં આ લોકો તેમની રક્ષા કરવા આવ્યા છે. સોશિયલ મીડિયા પર બચાવ કામગીરી કરતા પોલીસકર્મીઓના તેમજ એનડીઆરએફની ટીમના વીડિયો સામે આવતા હોય છે જેમાં તેમની કામગીરી ખુબ પ્રશંસનીય હોય છે. ન માત્ર પોલીસ તેમજ એનડીઆરએફની ટીમના પરંતુ ટ્રાફિક પોલીસની ટીમના પણ એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં તેઓ વરસાદ વેઠીને પણ પોતાની ફરજ બજાવતા હોય છે.

પોલીસની કામગીરી બિરદાવવા જેવી 

જ્યારે પોલીસની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણા દિમાગમાં પોલીસ માટે બનેલી નેગેટિવ છબી મુખ્ત્વે સામે આવતી હોય છે. પરંતુ આપણી સામે એવા પણ કિસ્સા છે જેમાં આફતના સમયે પોલીસ દેવદૂત બની આપણા રક્ષણ માટે આવતી હોય છે. હાલ વરસાદે  ગુજરાતને ધમરોળ્યું છે. અનેક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. અનેક લોકોના ઘરોમાં પાણી ધૂસ્યા છે. વરસાદને કારણે સર્જાયેલી તારાજીના દ્રશ્યો તો આપણે જોયા છે પરંતુ આજે એવા દ્રશ્યો બતાવવા છે જે તમારૂં દિલ ખુશ કરી દેશે. અનેક પોલીસ કર્મીઓનો વ્યવહાર આપણાથી સામે આવ્યો હશે જેમાં તે દાદાગીરી કરતા દેખાતા હશે. પોલીસના નેગેટિવ ચહેરા પર વાત નથી કરવી પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવતા સકારાત્મક કાર્યોની વાત કરવી છે. 

મહિલાની સાથે માતાજીની મૂર્તિને પણ પોલીસ સાથે લઈને આવી  

જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. દરેક જગ્યાઓનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોના જીવનને બચાવવા માટે પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે જેમની કામગીરી બિરદાવવા લાયક છે. આ બધા વચ્ચે ટ્રાફિકને કંટ્રોલ કરતા પોલીસ જવાનોને પણ ભૂલવા ન જોઈ. ભલે તેમના આપણને ખરાબ અનુભવો થયા હશે પરંતુ અનેક એવા જવાનો પણ છે જેમની કામગીરી પ્રશંસનિય છે. મહત્વનું છે કે એક વ્યક્તિ ખોટો હોય તો બધા વ્યક્તિઓ ખોટા હોય તેવું જરૂરી નથી. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં પોલીસે મહિલાનું તો રેસ્ક્યુ કર્યું પરંતુ તેમની સાથે રહેલી માતાજીની મૂર્તિને પણ પોલીસ પોતાની સાથે લાવી હતી. તે સિવાય જૂનાગઢ પોલીસની વધુ એક પ્રશંસનિય કામગીરી જોવા મળી હતી જેમાં તણાયેલા વૃદ્ધને બચાવ્યા હતા. ન માત્ર પોલીસની કામગીરી પરંતુ એવા અનેક વીડિયો સામે આવતા રહી રહ્યા છે જેમાં સામાન્ય માણસ એકબીજાની મદદ કરતો દેખાય છે. ત્યારે માનવતાને જીવંત રાખતા દરેક વ્યક્તિને દિલથી સલામ કરવાની ઈચ્છા થાય છે.        



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?