દિલ્હી કંઝાવાલા કેસમાં થઈ રહ્યા છે અનેક ખુલાસા, અંજલીની મિત્રએ ઘટના અંગે આપ્યું નિવેદન, કહ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-04 11:39:22

રાજધાની દિલ્હીમાં નવા વર્ષના દિવસે હચમચાવી દે તેવી ઘટના બની હતી. અકસ્માત બાદ અનેક કિલોમીટર સુધી અંજલી ઢસડાતી રહી. આ કેસમાં રોજ-રોજ નવા વળાંક આવી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું કે આ ઘટના બની ત્યારે અંજલી એકલી જ હતી. પરંતુ ગઈ કાલે નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાતી હતી. ત્યારે  મળતી માહિતી મુજબ અંજલીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે જેમાં રેપ નથી થયો તેવી પુષ્ટિ કરવામાં આવી છે.       


નવા સીસીટીવી ફૂટેજમાં થયા અનેક ખુલાસા 

દિલ્હીના કંજાવલા કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. નવા વર્ષ દરમિયાન આ ઘટના બની હતી જેમાં અનેક કિલોમીટર સુધી ગાડીની સાથે અંજલી ઠસડાતી હતી. આ ઘટના બાદએ લોકોને હલાવી દીધા છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં તેની સાથે તેની મિત્ર પણ દેખાય છે. 


અકસ્માત થયો તે દરમિયાન તેની મિત્ર પણ હતી સાથે  

સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દ્વારા તેની મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું કે અંજલી નશામાં હતી. નશામાં હોવાથી મેં સ્કુટી ચલાવવાની વાત કહી પરંતુ તેણે વાત ન માની. જેને કારણે કાર સાથે ટક્કર થઈ. ટક્કર થવાને કારણે તે નીચે પડી ગઈ પરંતુ અંજલી ગાડીની નીચે અટકી ગઈ. આ ઘટનાને કારણે તે ડરી ગઈ અને ત્યાંથી ભાગી અને આ અંગેની વાત કોઈને ન કરી. 


પુત્રીના મોત પર માતાએ લગાવ્યા હતા ગંભીર આરોપ  

આ ઘટનાને લઈ અંજલીના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમની દિકરી સાથે દુષ્કર્મ થયો છે. અને તે બાદ તેની આવી હાલત કરી દેવામાં આવી છે. અંજલીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એવી માહિતી મળી રહી છે કે રિપોર્ટ આવી ગયો છે જેમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં નથી આવ્યો તેવો ખુલાસો થયો છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?