રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ અનેક રાજનેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-24 15:44:29

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. લોકસભા સચિવાલય ખાતેથી આ સંબંધમાં એક પત્ર  બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ રાહુલ ગાંધી પૂર્વ સાંસદ થઈ ગયા છે. આ નિર્ણય બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

 

પ્રિયંકા ગાંધીએ લલિત મોદી અને નિરવ મોદીનો કર્યો ઉલ્લેખ 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકતંત્રની રક્ષા કરવા માટે જો  અમારે જેલ જવું પડશે તો અમે જેલ પણ જઈશું. ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધીએ અનેક કૌભાંડોને યાદ કર્યા છે. નીરવ મોદી કૌભાંડ- 14000 કરોડ, લલિત મોદી કૌભાંડ - 425 કરોડ, મેહુલ ચોકસી કૌભાંડ 13500 કરોડ. જે લોકોએ દેશના પૈસા લૂંટયા છે, ભાજપ તેમના બચાવમાં કેમ ઉતરી છે? તપાસથી કેમ ભાગી રહી છે? જે લોકો આ સવાલ ઉઠાવે છે કે લોકો પર કેસ કરવામાં આવે છે. શું ભાજપ ભ્રષ્ટાચારીનું સમર્થન કરી રહી છે? 

કોંગ્રેસના અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતમ કરવીએ તાનાશાહીનું વધુ એક ઉદાહરણ છે. બીજેપી એ ના ભૂલે કે આ જ પદ્ધતિ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પણ અપનાવી હતી. રાહુલ ગાંધી દેશનો અવાજ છે જે તાનાશાહી વિરુદ્ધ હવે વધારે મજબૂત થશે. અશોક ગેહલોતે પણ નીરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબોના હકને લૂટી વિદેશ ભાગી જવા વાળા નીરવ મોદી, લલિત મોદી ચોર નથી? જયરામ રમેશે પણ આ અંગે ટ્વિટ કરી છે. તેમણે કહ્યું કે રાજકીય રીતે અને કાયદાકીય રીતે અમે આ મામલે લડીશું.

મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા 

શશિ થરૂરે કહ્યું કે આ કાર્યવાહી જે ઝપડથી થઈ રહી છે તેનાથી હું હેરાન છું. કોર્ટના ચૂકાદાના 24 કલાકની અંદર જ આ કાર્યવાહી કરવામાં આવી છે. મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે આ વાતને સમર્થન આપ્યું છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી રાજનીતિક નિવેદન ન આપી રહ્યા હતા પરંતુ પછાત વર્ગના લોકોનું અપમાન કરી રહ્યા હતા.     




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?