રાજ્યમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માટે વરસાદ આફત લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાની સિઝનમાં અનેક વખત જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની, દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢથી પણ મકાન ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બિલ્ડીંગ પડી જતા અનેક લોકો અંદર ફસાઈ ગયા છે. ભારે ભીડ વાળા વિસ્તારમાં આવી ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. હાલ તો કાટમાળને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં બિલ્ડીંગની કાટમાળ નીચે ચારથી પાંચ લોકો ઘટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાની ચાલી રહ્યો છે પ્રયાસ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢથી વરસાદના અનેક વીડિયો સામે આવ્યા હતા જે ડરાવી દે તેવા છે. પાણીનું વહેણ એટલું બધું હતું કે જો કોઈ તણાઈ ગયું હોય તો તેનું બચવું અસંભવ માનવામાં આવે છે. પરંતુ પોલીસ તેમજ બચાવની ટીમ દ્વારા લોકોનું દિલધડક રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. હમણા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેકશનનું કામ ચાલુ હતું ત્યારે પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું, પછી ફરી વરસાદ પડ્યો ત્યારે પણ એવું થયું હમણા પરમ દીવસે તો ખબર નહીં કુદરતે શું કોપ વરસાવ્યો કે લોકોના ઘર કાદવ કિચડથી લિંપી દીધા, અનેક ગાડીઓ તણાઈ, પશુઓ પણ તણાયા, માણસો પણ તણાયા અને હજુ પણ લોકોના ઘરોમાં પૂરવાળી ગંદગી ભરાયેલી જ છે. જૂનાગઢના કડિયાવાસ વિસ્તારમાં આવેલું એક જૂનવાણી બિલ્ડિંગ ધરાશાયી થયું છે. બિલ્ડિંગ પડવાની સાથે જ લોકો ત્યાં પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આશંકા છે કે અનેક લોકો દટાયા હોઈ શકે છે. દાતાર રોડ પર બે માળની જર્જરિત બિલ્ડિંગ ધરાશાઈ થઈ છે તો તેમાં બચાવકામગીરી કરવા માટે 108ની ટીમ પણ આવી ગઈ છે.