જમ્મુ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં આંતકી હુમલો થવાની ઘટના સામે આવી છે જેમાં 4 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રવિવારે આતંકવાદીઓએ રાજૌરીમાં હિંદુ પરિવારને ટાર્ગેટ કરી ફાયરિંગ કર્યું છે. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે જગ્યા પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.
IED દ્વારા કરવામાં આવ્યો હુમલો
જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ટ્રાર્ગેટ કિલીંગની ઘટના બની છે. આતંકવાદીઓએ રવિવારે મોડી રાત્રે હિંદુ પરિવાર પર ફાયરિંગ કર્યું હતું જેમાં 4 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. આ હુમલાનો વિરોધ સોમવારે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતકોના ઘરની બહાર જ બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે એક બાળકનું મોત થયું છે. ઉપરાંત પોલીસને એક IED પણ મળી આવ્યું છે.
સુરક્ષાબળોનો કાફલો કરાયો તૈનાત
રવિવારે બનેલી ઘટનાનો વિરોધ તેમજ આતંકવાદીઓનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે આંતકી હુમલો કરવામાં આવ્યો. ઢાંગરી ગામમાં હિંદુઓની હત્યા થતા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્થળ પર જ આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો જેમાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે જ્યારે એક બાળક મોતને ભેટ્યો છે. આતંકવાદી હુમલો થતા સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.