બેવડી ઋતુમાં બીમાર પડતા અનેક લોકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 17:23:02

હાલ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમીનો અનુભવ થાય છે તો રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. ડબલ ઋતુને કારણે વાઈરલ કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલી વધઘટને કારણેે દિવસ અને રાતના તાપમાનમાં 4થી 6 ડિગ્રીનો અંતર જોવા મળે છે. જેને કારણે તાવ અને શર્દીના દર્દીઓ પણ જોવા મળે છે. વાઈરલની સાથે સાથે મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડના દર્દીમાં વધારો થયો છે.

ભાદરવામાં વધતી દર્દીઓની સંખ્યા

બેવડી ઋતુને કારણે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે તો પછી બપોરના સમયે પંખા નીચે બેસવાની જરૂરત ઉભી થાય છે. ડબલ ઋતુને કારણે અનેક લોકો બીમારીનો શિકાર થઈ રહ્યા છે. તાવ અને શર્દી ઉધરસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. પરિવારમાં એક વ્યક્તિને જો વાઈરલ થાય તો પરિવારના બધા સભ્યો ધીમે ધીમે તેની જપેટમાં આવી જતા હોય છે.   

The Common Cold: Symptoms, Prevention & Treatment | Ausmed

ભાદરવા મહિનામાં અનેક લોકો બીમાર પડતા હોય છે. એક તરફ વરસાદને કારણે તો બીજી તરફ ગરમી તેમજ ઠંડીને કારણે લોકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. અનિયમિત વાતાવરણને કારણે તાવ અને શર્દીના કેસમાં વધારો થયો છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ થાય છેતો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવ થાય છે. કોઈક વખત વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવે છે. અનેક લોકો વાઈરલથી પ્રભાવિત થઈ રહ્યા છે. ઘેર ઘેર વાઈરલ બીમારીઓ ઘર કરી રહી છે. 150 દર્દીઓ પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. વાઈરલથી સુરક્ષિત રહેવા ડોક્ટરો માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?