તમિલનાડુમાં અકસ્માત બન્યો છે. કુડ્ડાલોર જિલ્લામાં આ દુર્ઘટના બની છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર છ વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. બે બસ, બે લોરી અને બે ગાડી વચ્ચે આ અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
6 ગાડીઓ એકસાથે ભટકાતા થયો અકસ્માત
દેશમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. તો અનેક લોકો અકસ્માતને કારણે ઈજાઓ પહોચતી હોય છે. ત્યારે ગમખવાર અકસ્માત તમિલનાડુમાં બન્યો છે. ભયાનક અકસ્માતમાં 6 વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.
પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
અધિકારીઓના જણાવ્યા અનુસાર બધા મૃતકો એક જ પરિવારના છે. મૃત્યુ પામનાર લોકો એક જ કારમાં સવાર હતા. પોલીસે કહ્યું કે કારમાં મળી આવેલા સામાનને જોઈને ખબર પડી કે તેઓ ચેન્નઈના નંગનલ્લૂરના રહેવાસી છે.