કર્ણાટકમાં હાલ મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. કોંગ્રેસ કરતા ભાજપને ઓછી સીટ હાલ મળતી દેખાઈ રહી છે. ભાજપને ઓછી સીટ મળતા અનેક નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલના પરિણામ જોતા શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથે પડી છે. તે સિવાય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.
ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરશે!
ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટીઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવતી હોય છે. અનેક વખત એવું પણ થાય છે કે પરિણામ કોઈ પાર્ટીના તરફેણમાં આવતા હોય છે પરંતુ સરકાર ગઠબંધન કરી સરકાર કોઈ બીજી પાર્ટી બનાવતી હોય. અનેક વખત એવું પણ થયું છે કે ધારાસભ્યો બીજી પાર્ટીમાં જતા રહેતા હોય છે જેને કારણે સરકાર પડી જતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સરકાર તૂટી પડી છે અને ભાજપ દ્વારા સરકાર બનાવામાં આવતી હોય છે. ત્યારે આ અંગેની ચિંતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.
સંજય રાઉતે આપી પ્રતિક્રિયા!
કમલનાથ સિવાય સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથા પર પડી છે. કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે જ્યારે મોદી અને અમિત શાહની હાર થઈ રહી છે.જયારે લાગ્યું કે તે લોકો હારી રહ્યા છે તો તેમણે હનુમાનજીને આગળ કરી દીધા.