કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જે બાદ અનેક નેતાઓએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી છે. દરેક વર્ગને લઈને જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ આ બજેટની પ્રશંસા કરી હતી જ્યારે વિપક્ષના નેતાઓએ આ બજેટની આલોચના કરી છે.
PM Modi hails Budget says it "lays strong foundation for building developed India"
Read @ANI Story | https://t.co/2vON6vACZX#PMNarendraModi #PMModi #UnionBudget2023 #Budget2023 #NirmalaSitharaman #India #BudgetSession pic.twitter.com/0BnnU4pkHg
— ANI Digital (@ani_digital) February 1, 2023
પીએમ મોદીએ વિત્તમંત્રી અને તેમની ટીમને પાઠવી શુભકામના
PM Modi hails Budget says it "lays strong foundation for building developed India"
Read @ANI Story | https://t.co/2vON6vACZX#PMNarendraModi #PMModi #UnionBudget2023 #Budget2023 #NirmalaSitharaman #India #BudgetSession pic.twitter.com/0BnnU4pkHg
બજેટ અંગે પ્રતિક્રિયા આપતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમૃત કાલનું પહેલું બજેટ વિકસીત ભારતના વિરાટ સંકલ્પને પૂર્ણ કરવા મજબૂત નીવને નાખવાનું કામ કરશે. આ બજેટ આજની આકાંક્ષી સમાજ, ગામ, ગરીબ, કિસાન, મધ્યમ વર્ગના સપનાઓ પૂરા થશે. વિત્તમંત્રી અને તેમની પૂરી ટીમને ઐતિહાસિક બજેટ માટે અભિનંદન પાઠવું છું.
ફારુખ અબ્લુલ્લા અને શશિ થરુરે આપી પ્રતિક્રિયા
તે સિવાય ફારુક અબ્દુલ્લાએ પણ બજેટ અંગે પ્રતિકિયા આપતા કહ્યું હતું કે બજેટમાં મધ્યમ વર્ગની મદદ કરવામાં આવી છે, બધાને કઈને કઈ આપવામાં આવ્યું છે. દોઢ કલાક સુધી અમે બજેટને સાંભળ્યું અને અવસર આવશે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.શશિ થરૂરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બજેટમાં કોઈ વસ્તુઓ સારી હતી. આ બજેટને પૂર્ણ રીતે નકારાત્મક નહીં કહ્યું. પરંતુ આને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નથી.
ભાજપના નેતાઓ કરી રહ્યા છે બજેટની પ્રશંસા
તે સિવાય સ્મૃતિ ઈરાનીએ બજેટ માટે કહ્યું કે આ બજેટથી મહિલાનું સન્માન વધશે, છોકરાઓ અને કિશોરો માટે ડિઝિટલ લાયબ્રેરીની ઘોષણાથી બાળકો કેવી રીતે ભણશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બજેટ મધ્યમવર્ગીય પરિવારોના હિતમાં છે. ભલે આ બજેટથી વિપક્ષ નારાજ થતા. તે ઉપરાંત રાજનાથસિંહે પણ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે કેન્દ્રીય બજેટ કિસાનો, મહિલાઓ તેમજ મધ્યમવર્ગને સહાય થાય તેનું ધ્યાન બજેટમાં રાખવામાં આવ્યું છે.