100 વર્ષની વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ભાજપમાં શોકની લાગણી વ્યાપ ગઈ છે. હીરાબાના નિધનનો શોક અનેક રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી શોકની લાગણી વ્યક્ત કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
હીરાબાને જ્યારથી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી ભૂપેન્દ્ર પટેલ સતત તેમના સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખી રહ્યા હતા. ગઈકાલે પણ તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હીરાબાનું નિધન થતા ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્મનાને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ પહેલા જ્યારે તબિયત ખરાબ થતા હીરાબાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન પણ જલ્દી સ્વસ્થ્ય થાય તે માટે પ્રાર્થના કરી હતી. ટ્વિટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના નિધનના સમાચાર સાંભળી અત્યંત દુખ થયું. આ મુશ્કિલ સમયમાં હું, તેમને અને તેમના પરિવાર માટે સંવેદવના વ્યક્ત કરું છું.
સી.આર.પાટીલે અને જે.પી.નડ્ડાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું
હીરાબાના નિધનથી ભાજપમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. સી.આર.પાટીલે પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે વાત્સ્લમૂર્તિ હીરાબાનાં સંસ્કારમૂલ્યોને વંદન કરું છું. ઉપરાંત જે.પી.નડ્ડાએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.